રણુજાથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત 3ના મોત; કાર ડબ્બો થઈ ગઈ
Gujarat Accident News: ગુજરાતમાં ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
Gujarat Accident News: ગુજરાતમાં ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કાર અચાનક ડિવાઈડરમાં ઘુસી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા દર્શન કરવા માટે ગયો હતો. જે બાદ રણુજા ખાતે રામદેવપીરના દર્શન કરી પરત રહેલા સુથાર પરિવારને અકસ્માત નડ્યો હતો. રણુજાથી પરત ફરતી વખતે બનાસકાંઠાના વડગામના તેનીવાડા પાસે સુથાર પરિવારની કાર અચાનક ડિવાઈડરમાં ઘુસી ગઈ હતી.
અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, તો રાહદારી દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. તો કારમાં સવાર સુથાર પરિવારના પાંચ સભ્યોમાંથી ત્રણના લોકોના કમકમાટીભર્યા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT
પોલીસે તપાસ હાથ ધરી
હાલ છાપી પોલીસ દ્વારા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ત્રણ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- વિનુભાઈ ચીમનલાલ સુથાર
- ગીતાબેન વિનુભાઈ સુથાર
- સંજયભાઈ ચંદુભાઈ સુથાર
ADVERTISEMENT
ADVERTISEMENT