Gujarat ના ખેડૂતો માટે 1.82 લાખ મેટ્રીક ટન ‘રાહત’ ભરેલું જહાજ પહોંચ્યું ગુજરાત
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં ખાતરની માંગ સતત વધી રહી છે ત્યારે આજે ગુજરાતમાં મોટો ખાતરનો જથ્થો આવી પહોંચ્યો હતો. અત્યાર સુધીનો સૌથી મોટો DAP ખાતરનો…
ADVERTISEMENT
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં ખાતરની માંગ સતત વધી રહી છે ત્યારે આજે ગુજરાતમાં મોટો ખાતરનો જથ્થો આવી પહોંચ્યો હતો. અત્યાર સુધીનો સૌથી મોટો DAP ખાતરનો જથ્થો ગુજરાતમાં આવી પહોંચ્યો હતો. મોરક્કોના જોર્ફ લાસ્ફર પોર્ટથી DAP ખાતરનો જથ્થો મુંદ્રા પોર્ટ પર આવી પહોંચ્યો હતો. 4 ફુટબોલના મેદાન જેવડું વિશાળ જહાજ ખાતર લઇને આવી પહોંચ્યું છે. મહાકાય જહાજમાં 1.82 લાખ મેટ્રીક ટન ખાતર મુંદ્રા આવી પહોંચ્યું છે.
રાજ્યમાં ખાતરની અછત હોવાની ખેડૂતોની રાવ
રાજ્યના શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતો પોતાના ખેતરમાં મહેનત કરે છે. યુરિયા અને DAP ખાતરની અનેક જિલ્લાઓમાં અછત હોવાની ફરિયાદ ઉઠે છે. ખાતરના વિતરણ કેન્દ્રોમાં ખાતરની અછત હોવાની પહેલાથી જ રાવ ઉઠી રહી છે. આ અંગે કૃષીમંત્રીએ પણ જણાવ્યું કે, DAP ખાતરનો કેન્દ્ર સરકારે મોકલેલો જથ્થો ગુજરાત આવી પહોંચ્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP અને યુરિયા ખાતરનો જથ્થો મળી રહેશે.
રવિ સીઝનમાં ઘઉના વાવેતર બાદ ખાતરની અછતની રાવ
ચોમાસામાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે. જ્યારે રવિ સિઝન દરમિયાન ઘઉનું વાવેતર કરતા હોય છે. જો કે રવી સીઝનમાં ઘઉના વાવેતર બાદ ખુબ જ જરૂરી ખાતરની અછત હોવાનું ખેડૂતોની રાવ છે. પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નહી હોવાના કારણે રોજે રોજ ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત આ દુકાનદારો ખાતર સાથે વિવિધ સ્કીમની વસ્તુઓ પણ ચિપકાવતા હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT