Dand News: ડાંગમાં આદમખોર દીપડાનો આતંક: 53 વર્ષીય આધેડ પર કર્યો હુમલો, ઘટનાસ્થળે મોત
Dand Leopard Terror News: ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં નડગખાડી ગામમાં માનવભક્ષી દીપડાએ 53 વર્ષીય આધેડનો જીવ લીધો છે. માનવભક્ષી…
ADVERTISEMENT
Dand Leopard Terror News: ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં નડગખાડી ગામમાં માનવભક્ષી દીપડાએ 53 વર્ષીય આધેડનો જીવ લીધો છે. માનવભક્ષી દીપડાએ આધેડને…
સવારે દીપડાએ કર્યો હતો હુમલો
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગખાડી ગામે રહેતા મોતીરામ રાઉત (ઉં.વ 53) આજે સવારે 6 વાગ્યાની આસપાસ શૌચક્રિયા માટે જઈ રહ્યા હતા, ત્યારે માનવભક્ષી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO, સરપંચ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
સ્થાનિકોમાં ફફડાટ
જે બાદ મૃતક મોતીરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. તો આ ઘટનાને પગલે સ્થાનિકો લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT
ખેડૂત પર કર્યો હતો હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તાલાલા તાલુકાના જશાપુર ગીર ગામે ખેડૂત અને શ્રમજીવીઓ પર હિંસક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખેડૂત સહિત બેને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વનવિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગનથી બેશુધ્ધ કરી પકડી પાડયો હતો.
ADVERTISEMENT
(ઈનપુટઃ રોનક જાની, ડાંગ)
ADVERTISEMENT