VIDEO: તલાલાની સોસાયટીમાં એકસાથે 9 સિંહોનું ટોળું ઘુસી જતા રહીશોના જીવ પડીકે બંધાયા
જૂનાગઢ: જૂનાગઢના તલાલામાં એકસાથે 9 સિંહો જોવા મળ્યા હતા. તલાલાની ઘારેશ્વર સોસાયટીમાં રાતના સમયે એક સાથે 9 સિંહોનું ટોળું ઘુસી જતા રહિશોના જીવ પડીકે બંધાયા…
ADVERTISEMENT
જૂનાગઢ: જૂનાગઢના તલાલામાં એકસાથે 9 સિંહો જોવા મળ્યા હતા. તલાલાની ઘારેશ્વર સોસાયટીમાં રાતના સમયે એક સાથે 9 સિંહોનું ટોળું ઘુસી જતા રહિશોના જીવ પડીકે બંધાયા હતા. સિંહોએ સોસાયટીમાં બે ગાયનો શિકાર કર્યો હતો. રાતના અંધારામાં જંગલથી સોસાયટી સુધી સિંહ પહોંચી જતા સ્થાનિકોએ વન વિભાગને આ અંગે જાણકારી કરી હતી. આ સાથે જ સોસાયટીમાં ઘુસી આવેલા સિંહોનો વીડિયો પણ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT