77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CMએ કહ્યું- ગુજરાત પહેલાથી જ 4G હતું હવે 5G તરફ આગળ વધી રહ્યું છે
વલસાડ: 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ પર રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં આજે સવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધમડાચી ગામે APMC માર્કેટના મેદાનમાં ધ્વજવંદન…
ADVERTISEMENT

વલસાડ: 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ પર રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં આજે સવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધમડાચી ગામે APMC માર્કેટના મેદાનમાં ધ્વજવંદન કર્યું હતું. દરમિયાન પોલીસ પરેડ અને પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત પહેલાથી જ 4G હતું હવે ગુજરાત 5G તરફ આગળ વધી રહ્યું છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત.
મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું, રાજ્યના લોકો જ રાજ્યની સાચી તાકાત છે. જેથી રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકાર આહાર, આરોગ્ય અને આવાસ એમ ત્રણેય ક્ષેત્રોને અગ્રીમતા આપે છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરાઈ છે. સેમિકન્ડક્ટરનો પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, વનબંધુ કલ્યાણ-2 યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડના ખર્ચનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. આ વખતે વાવાઝોડામાં 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. વાવાઝોડાનો મક્કમતાપૂર્વક સામનો કર્યો અને ઝીરો કેઝ્યુઅલ્ટી સુનિશ્ચિત કરી.
ADVERTISEMENT
CMએ સંબોધનમાં કહ્યું, પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહન પોલિસી અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં 85 હજારથી વધુ ઈ-વાહન ચાલકોને રૂપિયા 215 કરોડથી વધી રકમની સબસીડી સરકારે ચુકવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે, ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે.
ADVERTISEMENT