ચૂંટણીની જાહેરાતના કલાકો પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, આ કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો
NHM employees salary hike: લોકસભા ચૂંટણીની જાહેરાતમાં હવે બસ ગણતરીનો સમય જ રહ્યો છે. આ પહેલા સરકારે નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે મોટી જાહેરાત કરી છે. NHM અંતર્ગત કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે પગારમાં 25 ટકાનો વધારો કરાયો છે અને 100 જેટલી કેડરમાં કરાર આધારિત કાર્યરત કર્મીઓના પગાર અને લધુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો:- લોકશાહી પર્વની તારીખો જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ થશે શરૂ
સરકારની તિજોરી પર માસિક ₹ 18.15 કરોડનો બોજ વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતમાં એક નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ 11 માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં 25 ટકાનો વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ 100 જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. જેનાથી રાજ્યના અંદાજિત 26,000 થી વધુ આરોગ્ય કર્મીઓને સીધો લાભ મળશે. 11 મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે. તા.1-03-2024 ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે. આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક ₹ 18.15 કરોડ અને વાર્ષિક ₹ 217.484 કરોડનો બોજો વધશે.
1.10 કર્મચારીઓને મોટી ભેટ
તો ગઇકાલે સરકારે જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓને પણ હોળીની ભેટ આપી હતી. LIC દર પાંચ વર્ષમાં એક વખત પોતાના કર્મચારીઓનો પગાર વધારો કરે છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત સરકારે 1 ઓગસ્ટ, 2022થી LIC કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. LICના 1,10,000 થી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો:- LIC Employees Salary Hike: LIC ના લાખો કર્મચારીઓને મોટી ભેટ, સરકારે પગારમાં કર્યો તોતિંગ વધારો
ADVERTISEMENT