LIC Employees Salary Hike: LIC ના લાખો કર્મચારીઓને મોટી ભેટ, સરકારે પગારમાં કર્યો તોતિંગ વધારો

ADVERTISEMENT

LIC Employees Salary Hike
1.10 કર્મચારીઓને મોટી ભેટ
social share
google news

LIC Employees Salary Hike: જીવન વીમા નિગમ (LIC) એ હોળી પહેલા તેના 1.10 કર્મચારીઓને મોટી ભેટ આપી છે. LIC એ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વીમા કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્મચારીઓના પગારમાં કુલ 17%નો વધારો કરવામાં આવ્યો છે.

1.10 કર્મચારીઓને મોટી ભેટ 

તમને જણાવી દઈએ કે, LIC દર પાંચ વર્ષમાં એક વખત પોતાના કર્મચારીઓનો પગાર વધારો કરે છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત સરકારે 1 ઓગસ્ટ, 2022થી LIC કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. LICના 1,10,000 થી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.

સરકારે અગાઉ ફેમિલી પેન્શનની માત્રામાં વધારો કર્યો હતો 

આ સાથે 1 એપ્રિલ, 2010 પછી જોડાયેલા લગભગ 24,000 કર્મચારીઓના સારા ભવિષ્ય માટે NPS યોગદાન 10% થી વધારીને 14% કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે LICએ પેન્શનધારકોના પેન્શનમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી 30,000 થી વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને ફાયદો થશે. સરકારે અગાઉ ફેમિલી પેન્શનની માત્રામાં વધારો કર્યો હતો જેનો લાભ 21,000 થી વધુ ફેમિલી પેન્શનરોને મળ્યો હતો.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT