સરકારી નોકરી માટે 6-6 વખત પરીક્ષા આપી, પાસ ન થતા 21 વર્ષની યુવતીનો આપઘાત

ADVERTISEMENT

Government Jobs
Government Jobs
social share
google news

Junagadh News: સરકારી નોકરી મેળવવા માટે લાખોની સંખ્યામાં યુવાન અને યુવતીઓ ફોર્મ ભરતા હોય છે અને તૈયારી પણ કરતા હોય છે. જોકે તેમાંથી માત્ર કેટલાકને જ નોકરી મળતી હોય છે. જ્યારે બાકીના ફરીથી નવી ભરતીની તૈયારીમાં લાગી જતા હોય છે. આ વચ્ચે કેશોદમાં આવેલા પ્રાસલી ગામમાં 21 વર્ષની યુવતીએ સરકારી ભરતીની અનેક પરીક્ષા આપવા છતાં પાસ ન થતા આખરે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 

આ પણ વાંચો: રૂપાલા સામે ભભૂકતો આક્રોશઃ પી.ટી જાડેજાએ કહ્યું- રૂપાલાને હટાવો, મોદી સાહેબને 400 નહીં 440 સીટ અપાવીશું

યુવતીએ 6 જેટલી ભરતીના ફોર્મ ભર્યા હતા

વિગતો મુજબ, કેશોદના પ્રાસલી ગામાં રહેતી મંજીતાબા પારેડી નામની 21 વર્ષની યુવતીએ સરકારી નોકરી માટે જુદી જુદી 6 જેટલી ભરતી પરીક્ષાના ફોર્મ ભર્યા હતા અને પરીક્ષાઓ પણ આપી હતી. ખૂબ મહેનત કરવા છતાં પણ યુવતી પરીક્ષામાં પાસ ન થતા તે ગુમસુમ રહેવા લાગી હતી અને ગત શનિવારના રોજ પરિજનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અચાનક 21 વર્ષની આશાસ્પદ યુવતીએ આપઘાત કરી લેતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. 

આ પણ વાંચો: KVS Admission 2024-25: કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી એડમિશન શરૂ, જાણો કયા-કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ભાવિ પતિ પણ સરકારી નોકરી કરતો હતો

સ્વ જણાવ્યા મુજબ મંજિતાબાએ ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ સહિતની 6 જેટલી ભરતી પરીક્ષાના ફોર્મ ભર્યા હતા અને આ માટે પરીક્ષા પણ આપી હતી. યુવતીના મામા-મોસામાં પણ અનેક લોકો સરકારી નોકરી કરે છે, આથી તેણે પણ સરકારી નોકરીનું સપનું હતું. થોડા દિવસમાં મંજીતાબાન સગાઈ થવાની હતી, તેમના ભાવિ પતિ પણ કોર્ટમાં ફરજ બજાવતા હતા. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT