બનાસકાંઠાના રામપુરામાં આભ ફાટ્યું, 10 ફૂટ પાણીમાં ઘરો ડૂબી જતા ગ્રામજનો સ્કૂલમાં આશરો લેવા મજબૂર
ધાનેશ પરમાર/બનાસકાંઠા: વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ડિસામાં છેલ્લા 24 કલાકમાં જ 10 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે રામપુરા ગામમાં…
ADVERTISEMENT
ધાનેશ પરમાર/બનાસકાંઠા: વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ડિસામાં છેલ્લા 24 કલાકમાં જ 10 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે રામપુરા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં રહેતા મજૂર વર્ગના લગભગ 200 પરિવારના 1000થી પણ વધુ લોકો પોતાના મકાન અને સામાનને ભગવાન ભરોસે મૂકીને ગામની સ્કૂલમાં આશ્રય લેવા માટે મજબૂર બન્યા છે.
ઘરો 10 ફૂટ પાણીમાં ડૂબી જતા સ્કૂલમાં આશરો લેવા મજબૂર
બનાસકાંઠામાં વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ડીસાના રામપુરા ગામમાં મોટાભાગના લોકો ખેતી મજૂર છે. તેમના ઘરોમાં હવે વરસાદનું પાણી ભરઈ ગયું છે. અહીં 5થી 10 ફૂટ સુધી પાણી છે, જેમાં મકાન, સામાન અને પશુઓ ફસાયા છે, તેમ છતાં હજુ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેના કારણે હવે ગામના 200થી વધુ પરિવારોને હવે સ્કૂલમાં આસરો લેવો પડી રહ્યો છે. હજુ સુધી અહીં પ્રશાસન કે અન્ય કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા આ પીડિતોને ભોજન કે અન્ય કોઈ સહાય મળી શકી નથી. એવામાં હવે તેઓ લાચાર થઈને અહીં ભૂખ્યા-તરસ્યા બેઠા છે. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ADVERTISEMENT
બનાસકાંઠામાં ભારે વરસાદે અનેક સ્થળોએ તારાજી સર્જી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત પર જાણે કે મેઘરાજા રૂઠ્યા હોય તેમ બારેમેઘ ખાંગા થયા છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેકટરે જિલ્લાવાસીઓને સર્તક અને સાવધ રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરે કોઇ સ્થળે જોખમી રીતે વીડિયોગ્રાફી કરવા જવા કે નદીમાં કે અન્ય સ્થળે પાણી વહી રહ્યું હોય તો તે જોવા જવા માટે ટાળવાનું અને દુર્ઘટના થતી અટકાવીએ તેવી અપીલ કરી છે.
ADVERTISEMENT
હજી પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
જિલ્લામાં હજી પણ આગામી 24 કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લામાં લગભગ 20 જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક થઇ રહી છે.
ADVERTISEMENT
જિલ્લામાં અનેક રોડ કલેક્ટરના આદેશથી બંધ કરી દેવાયા
ભીલડી-બલોધર સુધીનો રોડ, ભીલડી, નેસડાસ પેપળુ તરફનો રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ તરફ જતો રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ સુધીનો રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી તરફ જતો રોડ, પાલડી-વડલાપુર વચ્ચેનો રોડ, કંસારી-શેસુરા તરફો રોડ, ગૂગળ એપ્રોચ સમગ્ર રોડ, પેપરાળ-ગણતા વચ્ચેનો રોડ, લાખણી, ગોઢથી છત્રાલા તરફનો રોડ, છાપી-કોટડી તરફનો રોડ, ચાંગા-બસુ તરફનો રોડ, મોરિયા-નાગલ તરફનો રોડ, બસુ-જેબલાપુરા તરફી રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીનો રોડ બંધ કરાયો છે જેથી લોકોને આ રોડ પરથી પસાર નહી થવા માટે અપીલ કરવામાં આવે છે.
મુક્તેશ્વર-દાંતીવાડા સહિતનાં ડેમમાંથી પાણી છોડાયા
બનાસકાંઠાના મુખ્ય ૩ ડેમ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. દાંતીવાડા ડેમમાં 80 થી 85 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મુક્તેશ્વર ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ત્યારે આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે જરૂર જણાય તેવા ગામોને એલર્ટ પણ આપવામાં આવશે અને નાગરિકોની તમામ મદદ માટે તંત્ર તૈયાર છે.
ADVERTISEMENT