Lok Sabha Elections 2024: કેજરીવાલનો આ દાવો સાચો પડ્યો તો ભાજપની ઉડી જશે ઊંઘ, જુઓ શું કહ્યું

ADVERTISEMENT

Lok Sabha Elections 2024
કેજરીવાલના દાવાએ ભાજપનું ટેન્શન વધાર્યું
social share
google news

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પહેલા કોંગ્રેસ નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધનની બેઠક દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાઈ હતી. કલાકો સુધી ચાલેલી બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગે મીડિયાની સામે આવ્યા અને દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધન 295થી વધુ સીટો જીતી રહ્યું છે. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 4 જૂને INDIA ગઠબંધ જાહેર કરશે PM પદનો ચહેરનો 

ઈન્ડિયા ગઠબંધન બનાવશે સરકારઃ કેજરીવાલ

એક્ઝિટ પોલ પહેલા ઈન્ડિયા બ્લોકની દિલ્હીમાં બેઠક યોજાઈ. આ બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનને 295+ બેઠકો મળી રહી છે અને ભાજપ લગભગ 220 બેઠકો જીતશે અને એનડીએને 235 બેઠકો મળશે. ઈન્ડિયા ગઠબંધન પોતાના દમ પર એક મજબૂત અને સ્થિર સરકાર બનાવશે. તે પોતાના વડાપ્રધાન પદનો ચહેરો 4 જૂને જાહેર કરશે.

295+ બેઠકો જીતવાનો ઈન્ડિયા બ્લોકનો દાવો

ઈન્ડિયા ગઠબંધને 295 બેઠકો મળવાનો દાવો કરતા એ પણ જણાવ્યું છે કે તેઓ કયા રાજ્યમાં કેટલી બેઠકો જીતવા જઈ રહ્યા છે. ઈન્ડિયા બ્લોક દ્વારા ઉત્તરપ્રદેશમાં 40, રાજસ્થાનમાં 7, મહારાષ્ટ્રમાં 24, બિહારમાં 22, તમિલનાડુમાં 40, કેરળમાં 20, બંગાળમાં ટીએમસી સહિત 24, પંજાબમાં 13, ચંડીગઢમાં 1, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 5, ઝારખંડમાં 10, મધ્યપ્રદેશમાં 7, હરિયાણામાં 7 અને કર્ણાટકમાં 15-16 બેઠકો જીતવાનો દાવો કરાયો છે.

ADVERTISEMENT


કોણ-કોણ બેઠકમાં રહ્યું હાજર?

આ બેઠકમાં ભાગ લેનારા નેતાઓમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ (કોંગ્રેસ), અખિલેશ યાદવ (એસપી), શરદ પવાર અને જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી), અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા(AAP), ટીઆર બાલુ (DMK), તેજસ્વી યાદવ અને સંજય યાદવ (RJD)નો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT