PM મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને મોટી અપડેટ, રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ શરૂ

ADVERTISEMENT

Lok Sabha Elections Result
શું 9 જૂને યોજાશે PM મોદીનો શપથ ગ્રહણ સમારોહ?
social share
google news

Lok Sabha Elections Result:   લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. બીજેપીના નેતૃત્વમાં NDA  ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે પીએમ મોદી 9 જૂને શપથ લઈ શકે છે. PM મોદીના શપથ ગ્રહણની તૈયારીઓને કારણે 5થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે.

ત્રીજી જીતને ગણાવી ઐતિહાસિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી  નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની સતત ત્રીજી જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને આ માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું છે કે ગઠબંધન દેશની જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી તાકાતથી કામ કરશે. 


PM મોદીએ જનતાનો માન્યો આભાર

વડાપ્રધાને 18મી લોકસભાના પરિણામો અને વલણો વચ્ચે મંગળવારે સાંજે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, 'જનતાએ સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. હું આ સ્નેહ અને આશીર્વાદ માટે મારા પરિવારજનોને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે નવી ઊર્જા, નવી ઉંમગ, નવા સંકલ્પોની સાથે આગળ વધીશું. તમામ કાર્યકર્તાઓએ જે સમર્પણભાવ સાથે મહેનત કરી છે. હું આ માટે તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું.'

ADVERTISEMENT

292 સીટો મળવાની સંભાવના

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીનાં વલણો અનુસાર, ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને 292 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે વિપક્ષ 'ઈન્ડિયા ગઠબંધન'ના ઉમેદવારો 233 બેઠકો પર આગળ અથવા વિજયી થયા છે. આ ચૂંટણીઓમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહી નથી, પરંતુ તેને 543 સંસદીય બેઠકોમાંથી 240 બેઠકો મળતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો - પરિણામ બાદ PM મોદીનું પ્રથમ સંબોધન, કહ્યું- 'પહેલીવાર...'

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT