પરશોત્તમ રૂપાલા મામલે હવે AAP ની એન્ટ્રી, ક્ષત્રિયાણીઓની પડખે આવ્યા Isudan Gadhvi

ADVERTISEMENT

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. હવે આ મામલે AAP ની એન્ટ્રી થઈ છે. પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એક વીડિયો પોસ્ટ કરીને આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. 

social share
google news

Rupala Controversy: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. આજ રોજ ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની જાહેરાત કરી છે. હવે આ મામલે AAP ની એન્ટ્રી થઈ છે. પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એક વીડિયો પોસ્ટ કરીને આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. 

પરશોત્તમ રૂપાલા મામલે હવે AAP ની એન્ટ્રી

પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ અંગે ઈશુદાન ગઢવીએ વીડિયોમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને કહ્યું કે, કેટલીક બહેનો જૌહર કરવાનું કહી રહી છે તો તેમને હું કહેવા માંગીશ કે તમારા ભાઈઓ હજુ જીવે છે. જે તે સમયે પરિસ્થિતી હતી ત્યારે સ્વાભાવિક રીતે કેટલી બહેનોએ ભૂતકાળમાં જૌહર કર્યા છે પણ હવે આપણે જૌહર નહીં પરંતુ આ લોકોને બતવાનું છે. આજે ક્ષત્રિય અને રાજપૂત સમાજની બહેનો ઉપર ભાજપના નેતા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે વખોળવા લાયક છે અને તેમની માનસિકતા છતી કરે છે. હવે આપણે જૌહરો કરીને નહીં પરંતુ મજબૂતાઈથી અહિંસાથી જવાબ આપવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે, આપણે કોઈ જ જૌહર જેવુ પગલું ભાવનું નથી મારી હાથ જોડીને વિનંતી છે. આપણે આ લોકોને ખદેડી કાઢવાના છે. રાજપૂતોએ માથા આપીને દેશની લાજ બચાવી છે. આ રીતે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓની પડખે આપ પણ ઊભું જોવા મળ્યું છે.  

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT