ચૂંટણી પંચના નિયમોની ઐસી તૈસી! મહિસાગર જિલ્લામાં મતદાન બુથમાંથી વધુ એક વીડિયો વાઈરલ

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election: ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન મહિસાગરના સંતરામપુરમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. ભાજપના નેતાના પુત્રએ મતદાન મથકમાંથી લાઈવ કરતા ભારે હંગામો થયો હતો. ત્યારે હવે પંચમહાલ લોકસભા બેઠકના મતદાન બુથનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રિતેશ ઠાકોર નામના વ્યક્તિએ મતદાન આપતા સમયનો વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં મૂછે તાવ આપ્યો હતો. મતદાન બૂથમાં જ સમગ્ર ઘટના બન્યા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને પોલિંગ ઓફિસરને નોટિસ ફટકારી હતી. 

યુવકે મતદાનનો વીડિયો ઉતારી પોસ્ટ કર્યો

પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહિસાગર જિલ્લામાં ચૂંટણી પંચના નિયમોની ઐતી તૈસીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રિતેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાનો મત નાખતો વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં મૂછ પર તાવ પણ આપ્યો હતો. વિગતો મુજબ આ વીડિયો પંચમહાલ લોકસભા બેઠક હેઠળ આવતી બાલાસિનોર વિધાનસભાના મતદાન મથક 156-ડખારીયા પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે. 

પોલિંગ બુથના કર્મચારીઓને મળી નોટિસ

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે મહીસાગર ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે અને બાલાસિનોરના મામલતદારે 6 કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી બદલ બાલાસિનોરના મામલતદારે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલિંગ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ તેમજ GRD મળીને કુલ છ કર્મચારીઓને આપી નોટિસને ખુલાસો માંગ્યો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT