Gujarat Election Results 2024: સુરેન્દ્રનગરમાં ભાજપના શિહોરાનો 'શોર', કોંગ્રેસના મળ્યો જનાદેશ
Gujarat Election Results 2024 Updates: દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા પણ જતી ગયા છે.
ADVERTISEMENT
Gujarat Election Results 2024 Updates: દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટથી પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે, જ્યારે પોરબંદરથી મનસુખભાઈ માંડવિયા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, મનસુખ વસાવાની જીત થઈ છે. તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા પણ જતી ગયા છે.
કેટલા મતે મારી બાજી
ચંદુભાઈ શિહોરાને 6,62,622 મત મળ્યા છે, જ્યારે ઋત્વિકભાઈ મકવાણાને 4,02,504 અને નોટાને 12,774 મત મળ્યા છે. જેમાં ભાજપના ચંદુભાઈ 2,60,118 મતોથી વિજેતા જાહેર થયા છે.
7 મેના રોજ થયું હતું મતદાન
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરત બેઠક ચૂંટણી પહેલા બિનહરીફ થતાં ગુજરાતની 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતમાં કુલ સરેરાશ 60.13 ટકા મતદાન થયું હતું. ત્યારે આ વખતે ગુજરાતની કેટલીક બેઠકોના પરિણામ પર ગુજરાતભરના લોકોની નજર છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, ભરૂચ, વલસાડ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
'કમનસીબે અમે...', ગેનીબેનની જીત પર સી.આર.પાટીલ અને શક્તિસિંહ ગોહિલની આવી પહેલી પ્રતિક્રિયા
ભાજપ અને કોંગ્રેસે કોને આપી હતી ટિકિટ?
સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી વર્તમાન સાંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કાપીને ચંદુભાઈ શિહોરા (હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ)ને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે તેમની સામે ચોટીલાના ધારાસભ્ય રહી ચૂકેલા ઋત્વિક મકવાણાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
તળપદા કોળી સમાજે કર્યો હતો વિરોધ
આપને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાંથી અમુક દાવેદારોએ તળપદા કોળીને જ ટિકિટ આપવા માગ કરી હતી. જોકે, ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ચંદુભાઈ શિહોરા તેમજ કોંગ્રેસે તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં વસ્તીની દૃષ્ટિએ ચુંવાળિયા કોળી કરતા તળપદા કોળી વધુ છે, છતાં ભાજપે અન્ય સીટના બેલેન્સ સાધવા માટે ચુંવાળિયા કોળીને ટિકિટ આપી હતી. ચંદુભાઈને ટિકિટ આપ્યા બાદ તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો ગામડાઓમાં ચંદુભાઈને ક્ષત્રિય સમાજના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
2,136 બેઠકો પર થયું હતું મતદાન
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ગત તા.7 મેના રોજ 2136 મતદાન મથકો પર સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકસભામાં સમાવિષ્ટ કુલ 7 વિધાનસભામાં મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર કુલ 55.09 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત લોકસભાની ચૂંટણી કરતા અંદાજે 3 થી 4 ટકા જેટલું ઓછું મતદાન હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT