SBIને સુપ્રીમ કોર્ટની ફટકાર, ઈલેક્ટોરલ બોન્ડની દરેક જાણકારી 3 દિવસમાં સાર્વજનિક કરવા ટકોર

ADVERTISEMENT

electoral bond
electoral bond
social share
google news

Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન, કોર્ટે કડક સ્વરમાં કહ્યું કે, SBI અધ્યક્ષે ગુરુવારે (21 માર્ચ) સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી શેર કરવી પડશે. આ માટે એફિડેવિટ પણ દાખલ કરવી પડશે. આ સાથે કોર્ટે કહ્યું છે કે, જેવી જ ECને SBI તરફથી માહિતી મળે, તેને પોતાની વેબસાઈટ પર અપલોડ કરે.

SBIને સવાલ- સંપૂર્ણ માહિતી કેમ ન આપી?

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દે કંઈપણ છુપાવવું જોઈએ નહીં. બધું જ જાહેર કરવું જોઈએ. સોમવારે ફરી એકવાર ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને પૂછ્યું કે, તેણે સંપૂર્ણ માહિતી કેમ ન આપી?

આ પણ વાંચો: Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત

સુનાવણી દરમિયાન CJIએ કહ્યું, 'ચુકાદામાં સ્પષ્ટ હતું કે તમામ વિગતો જાહેર કરવી જોઈએ. કંઈપણ પસંદગીયુક્ત હોવું જોઈએ નહીં. કોર્ટે વધુમાં કહ્યું કે, આદેશો પર નિર્ભર ન રહો. SBIએ સંપૂર્ણ માહિતી કેમ જાહેર ન કરી? કોર્ટે વધુમાં કહ્યું હતું કે તમામ વિગતો જાહેર કરવી જોઈએ. કડકતા બતાવતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે SBI સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવા બંધાયેલ છે.

ADVERTISEMENT

'ઇલેક્ટોરલ બોન્ડની તમામ માહિતીનો ખુલાસો થાય'

આ દરમિયાન SBI વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, તેમને એ સમજાવવાની તક આપવામાં આવે કે તેઓ આદેશને કેવી રીતે સમજ્યા છે. તેના પર CJIએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે, ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવામાં આવે. તમારી પાસે જે પણ માહિતી છે તે બધું જ જાહેર કરવું જોઈએ.

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન, પાટીદાર સમાજમાં ભારે રોષ

રોહતગી ફિક્કી અને એસોચેમ વતી હાજર થયા હતા

આ કેસમાં ફિક્કી અને એસોચેમ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા. રોહતગીએ કહ્યું કે તેમણે આ માટે અરજી દાખલ કરી છે. જો કે, તેના પર સીજેઆઈએ કહ્યું કે આવી કોઈ અરજી અમારી પાસે આવી નથી. CJIએ કહ્યું કે તમે ચુકાદો આવ્યા બાદ અહીં આવ્યા છો. અમે તમને અત્યારે સાંભળી શકતા નથી.

ADVERTISEMENT

2019 પહેલાનો ડેટા પણ બહાર પાડવામાં આવ્યો છે!

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે તાજેતરમાં જ રાજકીય પક્ષો દ્વારા સીલબંધ કવર હેઠળ જમા કરવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી હતી. એવું માનવામાં આવે છે કે વિગતો 12 એપ્રિલ, 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે. ગયા અઠવાડિયે ચૂંટણી પેનલ દ્વારા આ તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશના નિર્દેશો અનુસાર સીલબંધ કવરમાં ચૂંટણી બોન્ડ ડેટા ફાઇલ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT