VIDEO: છોટાઉદેપુરમાં છેલ્લી ઘડીનો ખેલ? ભાજપ કે કોંગ્રેસ જીતનો 'તાજ' કોણ પહેરશે

ADVERTISEMENT

Sukhram Rathva or Jashubhai Rathva
Sukhram Rathva or Jashubhai Rathva
social share
google news

Lok Sabha Election: છોટા ઉદેપુરએ ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે અને 26 લોકસભા મતવિસ્તારો પૈકીનો એક છે. છોટા ઉદેપુર બેઠક અનામત (SC) છે. આ લોકસભા મતવિસ્તારમાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં છે. છેલ્લી બે ચૂંટણીઓથી અહીં ભાજપ જીતી રહ્યું છે અને રામસિંહ રાઠવા સતત બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એવામાં છોટાઉદેપુરમાં અંતિમ ઘડીના સમિકરણો દર્શાવે છે કે ભાજપની મજબૂત પકડ છે અને કોંગ્રેસની ટક્કર વચ્ચે અહી ભાજપની જીત નક્કી માનવામાં આવી છે. 

છોટા ઉદેપુરનો કેવો રહ્યો છે ઇતિહાસ?

ઇમરજન્સી પછી 1977માં છોટા ઉદેપુર સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. આ પહેલી જ ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસનો વિજય થયો હતો અને અમરસિંહ રાઠવા પ્રથમ સાંસદ બન્યા હતા. આ પછી અમરસિંહ રાઠવાએ 1980 અને 1984ની ચૂંટણીમાં ઝંડો ફરકાવ્યો અને સંસદમાં પહોંચ્યા. 1989ની ચૂંટણીમાં પરિવર્તન આવ્યું અને નારણભાઈ રાઠવાએ જનતા દળની ટિકિટ પર અમરસિંહ રાઠવાને હરાવ્યા. જનતા દળના વિસર્જન પછી, તેમણે આગામી ચૂંટણી એટલે કે 1991ની સામાન્ય ચૂંટણી જનતા દળ (ગુજરાત)ની ટિકિટ પર લડી અને ફરી એકવાર જીતી ગયા.

VIDEO: મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે Parasottam Solanki એક્ટિવ, હાઈકમાન્ડને સીધો સંદેશ

નારણભાઈ રાઠવા કોંગ્રેસમાં જોડાયા અને 1996ની ચૂંટણીમાં ફરી જીત્યા. નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસની ટિકિટ પર 1998ની ચૂંટણી જીત્યા હતા. પરંતુ 1999માં ભાજપના રામસિંહ રાઠવાએ તેમની જીત પર બ્રેક લગાવી હતી. જોકે રામસિંહ તેમને ખૂબ જ ઓછા અંતરથી હરાવી શક્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં નારણભાઈનો વિજય રથ થંભી ગયો હતો. 2004માં જ્યારે ભાજપનું શાઈનિંગ ઈન્ડિયા સૂત્ર દેશભરમાં નિષ્ફળ ગયું ત્યારે નારણભાઈએ રામસિંહ રાઠવાને હરાવીને પુનરાગમન કર્યું. 

ADVERTISEMENT

લોકસભા 2009 ની ચૂંટણી 


પક્ષ        ઉમેદવાર               મત              ટકાવારી  
ભાજપ - રામસિંહ રાઠવા      3,53,526     46.20 % 
કોંગ્રેસ -  નારણ રાઠવા         3,26,522       42.67% 

લોકસભા 2014 ની ચૂંટણી 


પક્ષ        ઉમેદવાર              મત              ટકાવારી  
ભાજપ - રામસિંહ રાઠવા      6,07,916      55.24 % 
કોંગ્રેસ -  નારણ રાઠવા         4,28,127       38.91 % 

ADVERTISEMENT


લોકસભા 2019 ની ચૂંટણી 


પક્ષ        ઉમેદવાર              મત              ટકાવારી  
ભાજપ - ગીતાબેન રાઠવા     7,64,445     62.03
કોંગ્રેસ -  રાઠવા રણજીતસિંહ  3,86,502   31.36

ADVERTISEMENT

કઈ - કઈ વિધાનસભાનો સમાવેશ 

  • છોટાઉદેપુર 
  • જેતપુર 
  • નાંદોદ
  • હાલોલ 
  • પાદરા
  • સંખેડા 
  • ડભોઈ 

 

    follow whatsapp

    ADVERTISEMENT