Lok Sabha Elections: ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક ઝટકો, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

ADVERTISEMENT

Lok Sabha Elections
સોમાભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવશે?
social share
google news

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે હવે પાર્ટીને અલવિદા કહી દીધું છે. ચૂંટણી સમયે આ પ્રકારના સમાચાર સામે આવતા કોંગ્રેસની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઇ શકે છે. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે અંગત કારણોથી કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સોમાભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવશે?

સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે તો ભાજપે ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને ટિકિટ આપતા હવે કોળી મતો પર પ્રભૂત્વ ધરાવતા સોમાભાઈ કોઈ નવાજૂની કરે તેવી શક્યતાઓ જણાય રહી છે.  તેમના રાજીનામા બાદ તેવી અટકળો થઇ રહી છે કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો :- VIDEO: ભાજપની સભામાં 'રૂપાલા હાય હાય'નાં સૂત્રો લાગ્યા, પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઝપાઝપી

રાજીનામા બાદ સોમાભાઈની પ્રતિક્રિયા 

રાજીનામા બાદ તેમની એવી પ્રતિક્રિયા સામે આવી છે કે પોતાની સાથે અન્યાય થતો હતો એટલે સોમાભાઈ પટેલે કહ્યું કે, મારે કોંગ્રેસમાં રહેવું જ નથી. અપક્ષ ઉમેદવારી પર તેમણે કહ્યું કે, 2-3 દિવસ પછી ખબર પડે અત્યારે આ બાબતે કંઈ જાણવા માંગતા નથી. 

ADVERTISEMENT

આ પણ વાંચો :- ભર ઉનાળે દાંતા-દાહોદમાં કમોસમી વરસાદ, 13 એપ્રિલથી ફરી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

    follow whatsapp

    ADVERTISEMENT