સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન, ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર

ADVERTISEMENT

rahul gandhi
rahul gandhi
social share
google news

Lok Sabha Elections Results 2024 : લોકસભા ચૂંટણી 2024ના વલણોમાં NDA અને INDIA ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વલણોમાં NDA બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યું છે, પરંતુ વિપક્ષી ગઠબંધન પણ ઘણું પાછળ નથી. આ ચૂંટણીમાં INDIA ગઠબંધનની બેઠકો વધી છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ લડાઈ બંધારણ બચાવવાની હતી : રાહુલ ગાંધી

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી એક પાર્ટીની સામે નથી લડ્યા. અમે સંસ્થાઓની સામે લડ્યા. તમામ સંસ્થાઓ અમારા વિરૂદ્ધ હતી. અમે આ ચૂંટણી લોકતાંત્રિક સંસ્થાઓ વિરૂદ્ધ લડ્યા કારણ કે તે તમામ પર મોદી સરકારે કબજો કરી લીધો હતો. આ લડાઈ બંધારણ બચાવવાની હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેમણે બેંક એકાઉન્ટ સીઝ કર્યા, પાર્ટીઓ તોડી, ત્યારે મારા માઈન્ડમાં હતું કે હિન્દુસ્તાનની જનતા એકજુટ થઈને લડશે. પોતાના બંધારણને બચાવવાનો પહેલું અને સૌથી મોટું પગલું લઈ લીધું છે.

ADVERTISEMENT

સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન

સરકાર બનાવવા અંગેની તૈયારીઓને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કાલે ગઠબંધનના સહયોગીઓને મળવા જઈ રહ્યા છે અને પછી નિર્ણય લઈશું.

પરિણામ મોદીની વિરૂદ્ધ છે તે સ્પષ્ટ થયું : મલ્લિકાર્જુન ખડગે

ચૂંટણી પરિણામ અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ મોદીની નૈતિક અને રાજનીતિક હાર છે અને આ જનતા અને લોકશાહીની જીત છે. આ લડાઈ મોદી વિરૂદ્ધ જનતાની છે. મોદીજીના વિરૂદ્ધ જનાદેશ છે. જનતાએ કોઈને પૂર્ણ બહુમત નથી આપ્યો. પરિણામ મોદીની વિરૂદ્ધ છે તે સ્પષ્ટ થયું છે. અમે વિનમ્રતાથી જનતાના મતનો સ્વીકાર કરીએ છીએ. આ પરિણામથી વિપક્ષને પ્રોત્સાહન મળ્યું છે. આ પરિણામ ભાજપના અહંકારનું પરિણામ છે. 

ADVERTISEMENT

ભાજપે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો : ખડગે

ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ખડગેએ કહ્યું કે, ભાજપે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. પાર્ટીઓને દબાવવાનો પ્રયાસ કર્યો. જે ન દબાયા તેની પાર્ટીને તોડી નખાઈ.

ADVERTISEMENT

રાહુલ ગાંધીની યાત્રા અમારો આધાર બની : ખડગે

ગાંધી પરિવાર અંગે વાત કરતા ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા અમારો આધાર બની. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર. સમગ્ર દેશમાં પ્રચાર કરવા બદલ ગાંધી પરિવારનો આભાર. કરોડો કાર્યકર્તાઓનો આભાર. ઈન્ડિયા ગઠબંધનના સાથીઓનો આભાર.
 

    follow whatsapp

    ADVERTISEMENT