VIDEO: જગદગુરુ રામભદ્રાચાર્યની લોકસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી, જણાવ્યું ભાજપને કેટલી સીટો મળશે?
Loksabha Election 2024: જગતગુરુ રામ ભદ્રાચાર્ય ફરી એકવાર પોતાના રાજકીય નિવેદનોને લઈને ચર્ચામાં છે. તેમણે આ નિવેદન મહાશિવરાત્રીના દિવસે મૈહરની માતા શારદા દેવીના પીઠ પરથી આપ્યું હતું. જગત ગુરુએ કરેલી લોકસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણીથી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT

ભાજપને કેટલી સીટ મળશે?
2024ની લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપે તેના 195 યોદ્ધાઓને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે કોંગ્રેસે ચૂંટણી લડવા માટે 39 બેઠકો પર રાજકીય ઉમેદવારોની પસંદગી કરી છે. આવી સ્થિતિમાં જગત ગુરુ તુલસી પીઠાધિશ્વર રામભદ્ર ચાર્યે ભવિષ્યવાણી કરી છે કે, ભાજપ ૩૭૦ ને પાર કરી જશે.
અગાઉની ભવિષ્યવાણી પણ સાચી પડી હતી
જયારે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે પણ જગત ગુરુ રામ ભદ્રાચાર્યએ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરી હતી, જે ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ સાચી સાબિત થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે જગત ગુરુ રામ ભદ્રાચાર્યની લોકસભા ચૂંટણીના આગામી પરિણામોને લઈને કરેલી આગાહીઓ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જેમ સાચી સાબિત થાય છે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT