Lok Sabha Election: મત આપવા જાવ તો આ ભૂલ ન કરતા, ભાજપ નેતાને ઉઠાવી ગઈ પોલીસ

ADVERTISEMENT

Lok Sabha Election
ભાજપ નેતાને ઉઠાવી ગઈ પોલીસ
social share
google news

Lok Sabha Election: આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત સહિત 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધારે મતદાન  બનાસકાંઠામાં 30.28 ટકા મતદાન થયુ છે, જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં સરેરાશ 19 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મતદાનને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મતદાન મથકની બહાર મતદારોની લાઈનો લાઈનો લાગી છે. ત્યારે હાલ ચાલુ મતદાને કેટલાક નેતાઓએ મતદાન મથકમાં વોટિંગનો વીડિયો ઉતારી શેર કરતા વિવાદ સર્જાયો છે. 

ગીર સોમનાથમાં ભાજપ નેતાએ બનાવ્યો વીડિયો

ગીર સોમનાથમાં મતદાનની રીલ બનાવવાનો શોખ ભાજપના યુવા નેતાને ભારે પડી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ હાર્દિકસિંહ ઝાલાએ મત આપતી વખતે વીડિયો ઉતાર્યા હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. 

સુરેન્દ્રનગરમાં ગુપ્ત મતદાનની ગરિમા તૂટી

તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે પણ મતદાન બુથમાં મતદાન કરતો ફોટો વાયરલ કર્યો હતો. ચોટીલા ખાતે મતદાન સમયે હિતેન્દ્રસિંહ ચૌહાણ મતદાન બુથમાં મોબાઈલ લઈને ગયા હતા અને કોને મત આપી રહ્યા છે તેનો ફોટો પણ પાડ્યો હતો. જે બાદ તેઓએ આ ફોટાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ભાજપ પ્રમુખ દ્વારા મતદાનનો ફોટો પાડવામાં આવતા સુરેન્દ્રનગરમાં ગુપ્ત મતદાનની ગરિમા તૂટી છે. 

ADVERTISEMENT

કેવી રીતે મોબાઈલ લઈ ગયા અંદર?

બુથ અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, છતાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે મતદાન મથક અંદર મતદાન કરતો ફોટો વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે. જિલ્લા પ્રમુખ કેવી રીતે મોબાઈલ ફોન અંદર લઈ ગયા તે એક મોટો સવાલ છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT