ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો અધ્યાય લખશે : વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન

ADVERTISEMENT

pm modi
pm modi
social share
google news

PM Modi On Lok Sabha Election Results 2024 : લોકસભા ચૂંટણીના વલણોમાં NDAને ઝટકો લાગ્યો છે. 400 પારનો નારો આપનાર NDA 300 પાર પણ નથી થયું. જો કે NDAએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. આ વચ્ચે NDA ગઠબંધન ત્રીજી વખત જીતીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. તેવામાં ભાજપ હેડક્વાર્ટરમાં જીતના જશ્નને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ સહિતના જ્યોતિરાદિત્ય સિંધિયા, એસ.જયશંકર, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ અનેક કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ

પરિણામ બાદ PM મોદીનું પ્રથમ સંબોધન, કહ્યું- ત્રીજી વખત બનશે NDA સરકાર

ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર સંબોધન કર્યું હતું. વડાપ્રધાન 'ભારત માતા કી જય' અને 'જય જગન્નાથ'થી કરી. વડાપ્રધાને કહ્યું કે, 'આજે ખુબ શુભ દિવસ છે. આ પાવન દિવસે NDA સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. દેશે ભાજપ, NDA પર વિશ્વાસ રાખ્યો. આજે સૌથી મોટી લોકશાહીની જીત થઈ છે. આ વિકસિત ભારતના પ્રણની જીત છે. સૌના સાથ, સૌના વિકાસના મંત્રની જીત થઈ છે. 140 કરોડ ભારતવાસીઓની જીત થઈ છે. આશિર્વાદ માટે દેશવાસીઓનો ઋણી છું. દેશના ચૂંટણી પંચને અભિનંદન પાઠવું છું.

ADVERTISEMENT

ઓડિસામાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે : પીએમ મોદી

વિધાનસભા ચૂંટણીઓને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમે ઓડિસામાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમે લોકસભામાં પણ આ રાજ્યથી બેઠકો મળી છે અને એવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે ભગવાન જગન્નાથની ધરતી પર ભાજપના મુખ્યમંત્રી હશે.' સાથે જ વડાપ્રધાને કેરળ અને તેલંગાણા પર પણ વાત કરી. વડાપ્રધાને કહ્યું કે, 'કેરળમાં આપણા કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી.'

ADVERTISEMENT

જમ્મુ કાશ્મીરના કાર્યકર્તાઓના પણ કર્યા વખાણ

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ વોટિંગ કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે અને દુનિયાભરમાં ભારતને બદનામ કરનારાઓની જે તાકાત છે, તેને અરિસો બતાવ્યો છે.'

આ જનાદેશના અનેક પાસા છે : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ જનાદેશના અનેક પાસા છે. 1962 બાદ પહેલીવાર છે કે કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરી છે.'

મારા માતાના ગયા બાદ આ મારી પહેલી ચૂંટણી છે : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ મારા માતાના ગયા બાદ આ મારી પહેલી ચૂંટણી છે. પરંતુ દેશની માતાઓ-બહેનોએ ક્યારે મને મારી માતાની કમી મહેસૂસ થવા નથી દીધી. આજનો દિવસ ભાવુક કરી દેનારો છે.'

ઈન્ડિયા ગઠબંધન મળીને પણ ભાજપની બરાબર ન જીતી શક્યું : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ ઈન્ડિયા ગઠબંધન વાળા મળીને પણ એટલી બેઠકો ન જીતી શક્યા. જેટલી એકલા ભાજપે જીતી છે. વડાપ્રધાને પોતાના કાર્યકર્તાઓના વખાણ કરતા કહ્યું કે, એટલી ગરમીમાં પણ તમે પરસેવો વહાવ્યો જે મને કામ કરવાની પ્રેરણા આપે છે.'

ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો અધ્યાય લખશે : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો તમે (દેશવાસી) 10 કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે, તમે 2 ડગલા ચાલશો તો મોદી ચાર ડગલા ચાલશે. આપણે ભારતીયો મળીને ચાલીશું, દેશને આગળ લઈ જઈશું. ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો એક નવો અધ્યાય લખશે અને આ મોદીની ગેરેન્ટી છે.'


NDA પર ફરી વિશ્વાસ મુકવા બદલ આભાર : પીએમ મોદી

પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, 'દેશની જનતાએ સતત ત્રીજી વખત NDAમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.'

જનતાનો વિશ્વાસ મોદીની સાથે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિણામ અંગે X પર લખ્યું કે, 'NDAની આ જીત દેશ માટે પોતાનું જીવન ખપાવી દેનારા નરેન્દ્ર મોદીમાં જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતા-જનાર્દનનો વિશ્વાસમત છે. આ જન આશીર્વાદ મોદીજીના ગત એક દાયકાના ગરીબ કલ્યાણ, વિરાસતોના પુનરોત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને કિસાન કલ્યાણના કાર્યોની સફળતાના આશીષ છે. નયા ભારત આ જનાદેશની સાથે વિકાસ યાત્રાને વધુ ગતિ અને શક્તિ આપવા માટે તૈયાર છે.'

વધુમાં તેમણે લખ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશના લોકોને સલામ કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે.'

    follow whatsapp

    ADVERTISEMENT