'તમે શક્તિસ્વરુપા...', PM મોદીએ સંદેશખાલી પીડિતા રેખા પાત્રા સાથે નવ મિનિટ સુધી ફોન પર કરી વાત

ADVERTISEMENT

LOK SABHA ELECTION
પીએમ મોદીએ ફોન પર કરી વાતચીત
social share
google news

LOK SABHA ELECTION: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બસીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રા સાથે ફોન પર વાત કરી હતી. રેખા પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓની દુર્દશાને ઉજાગર કરી હતી. પીએમ મોદીએ પાત્રાને "શક્તિ સ્વરૂપા" કહીને તેમની પ્રશંસા કરી. તેમણે તેમની સાથે પ્રચારની તૈયારીઓ, લોકોમાં ભાજપને સમર્થન અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન રેખા પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે પીએમને માહિતી આપી હતી. રેખા પાત્રાએ જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ અને તેમના સહયોગીઓના કથિત અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપે તેમને બસીરહાટ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. સંદેશખાલી એક ગામ છે જે આ લોકસભા સીટ હેઠળ આવે છે. રેખા સંદેશખાલી ચળવળનો મુખ્ય ચહેરો હતો. 

પીએમ મોદીએ ફોન પર કરી વાતચીત 

આ દરમિયાન પીએમ મોદીએ રેખા સાથે ફોન પર વાત કરી અને તેમની ચૂંટણી તૈયારીઓ વિશે માહિતી લીધી. પીએમએ પહેલા રેખા પાત્રાને બંગાળી ભાષામાં કહ્યું કે, રેખા જી નોમસ્કર. આ પછી તેમણે કહ્યું કે, તમે એક મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છો. તમે અત્યારે કેવું અનુભવો છો? જેના પર રેખાએ જવાબ આપ્યો કે ખૂબ સારું લાગે છે અને તમારો હાથ અમારા માથા પર છે. તમે અમારા માટે ભગવાન જેવા છો. એવું લાગે છે કે રામજી આપણી સાથે છે અને રામજીનો હાથ આપણા માથા પર છે.

'સંદેશખાલીમાં 2011થી મતદાન કરી શક્યા નથી'

આ પછી વડાપ્રધાને કહ્યું કે મારા માથા પર માતાઓ અને બહેનોના હાથ છે. રેખા જી, મને તમારો સંદેશ મળ્યો. હું ભાજપના કાર્યકરો સાથે વાત કરવાનો શક્ય તેટલો પ્રયાસ કરું છું. હું જાણું છું કે તમે બંગાળના પ્રતિકૂળ રાજકીય સંજોગોમાં પ્રચાર કરી રહ્યા છો. તમારા નામની જાહેરાત થઈ ત્યારે વાતાવરણ કેવું હતું? તેના પર રેખાએ કહ્યું કે, અમારી સાથે જે દુર્ઘટના ઘટી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે માત્ર સંદેશખાલીની માતાઓ અને બહેનો નથી. અમે, બસીરહાટની માતાઓ અને બહેનો, બધા સાથે છીએ. અમે ઈચ્છીએ છીએ કે સંદેશખાલીના આરોપીઓને સજા મળવી જોઈએ. અમે 2011થી મતદાન કરી શક્યા નથી. અમે હવે મતદાન કરવા સક્ષમ બનવા માગીએ છીએ, આનાથી સંદેશખાલીનીમાતાઓ અને બહેનો ખુશ થશે.

ADVERTISEMENT

તેનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે તમારો સંદેશ ચૂંટણીપંચ સુધી ચોક્કસ પહોંચશે. તમામ મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ સંપૂર્ણ મદદ કરશે. જ્યારે તમારા નામની જાહેરાત કરવામાં આવી ત્યારે કયો સંદેશ મોકલવામાં આવ્યો હતો?

    follow whatsapp

    ADVERTISEMENT