PM Modi new cabinet minister list 2024: નવી મોદી સરકારમાં આ 20 દિગ્ગજ નેતાઓનું કપાયું પત્તુ, જાણો કોણ-કોણ
Narendra Modi Oath Ceremany: મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણને લઈને તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે.
ADVERTISEMENT

Narendra Modi Oath Ceremany: મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણને લઈને તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. જે સાંસદોને ફોન આવી ચૂક્યો છે, તેઓ ખુશી-ખુશી શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ જે દિગ્ગજ સાંસદોને ફોન નથી આવ્યો, તેમને લઈને શંકાની સ્થિતિ છે.
આ નેતાઓના નામ યાદીમાંથી ગાયબ
આવી સ્થિતિમાં ભાજપના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં સામેલ થયા છે. જોકે, આમાં ઘણા નામ એવા છે જેઓ ચૂંટણી જીતી શક્યા નથી.
#WATCH | Delhi: NDA leaders attended the tea meeting at 7 LKM, the residence of PM-designate Narendra Modi.
— ANI (@ANI) June 9, 2024
PM-Designate Modi will take the Prime Minister's oath for the third consecutive term today at 7.15 pm. pic.twitter.com/6RWS8xZBxD
લિસ્ટમાં સામેલ છે આ 20 નેતાઓ
1. અજય ભટ્ટ
2. સાધ્વી નિરંજન જ્યોતિ
3. મીનાક્ષી લેખી
4. રાજકુમાર રંજન સિંહ
5. જનરલ વીકે સિંહ
6. આર.કે સિંહ
7. અર્જુન મુંડા
8. સ્મૃતિ ઈરાની
9. અનુરાગ ઠાકુર
10. રાજીવ ચંદ્રશેખર
11. નિશીથ પ્રામાણિક
12. અજય મિશ્રા ટેની
13. સુભાષ સરકાર
14. જ્હોન બાર્લા
15. ભારતી પંવાર
16. અશ્વિની ચૌબે
17. રાવસાહેબ દાનવે
18. કપિલ પાટીલ
19. નારાયણ રાણે
20. ભાગવત કરાડ
ADVERTISEMENT
ADVERTISEMENT