Lok Sabha Election Result: ભરૂચમાં મનસુખ જ ચાલે... ચૈતર વસાવા કેટલા મતોથી હાર્યા?
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા છે. ભાજપને બનાસકાંઠામાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા અને INDIA ગઠબંધનનો મજબૂત ચહેરો ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા છે. ભાજપને બનાસકાંઠામાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા અને INDIA ગઠબંધનનો મજબૂત ચહેરો ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. ભરૂચની લોકસભા બેઠક પર મનસુખ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે.
ચૈતર વસાવાની મોટા અંતરે હાર
ભરૂચની લોકસભા બેઠક પર સતત 11મી વખત ભાજપનું કમળ ખીલ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 6,08,157 વોટ મેળવીને 86,696ની લીડ સાથે સતત સાતમી વખત જીત્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 5,22,461 વોટ મળ્યા હતા. ચૈતર વસાવા ઘણીવાર ભરૂચમાં 50 હજાર વોટના અંતરથી જીતનો દાવો કર્યો હતો, જોકે આખરે મનસુખ વસાવાએ મોટા અંતરથી જીત મેળવી હતી.
35 વર્ષથી મનસુખ વસાવાનો દબદબો અકબંધ
ભરૂચની લોકસભા બેઠક પર 35 વર્ષથી ભાજપનું રાજ છે. આ વખતે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થતા ભરૂચની લોકસભા સીટ AAPના ફાળે ગઈ હતી. ચૈતર વસાવાએ ભાજપના મનસુખ વસાવાને હરાવવા માટે એડચોટીનું જોર લગાવ્યું હતું. તેમના બંને પત્ની પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા હતા. જોકે ચૂંટણી પરિણામમાં મનસુખ વસાવા ફરી એકવાર બાજી મારી હતી. મનસુખ વસાવા 1998થી ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને 27 વર્ષથી અહીં તેમનો જ દબદબો છે.
ADVERTISEMENT
ખાસ છે કે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફેઝલ પટેલે ટિકિટની માંગ કરી હતી. જોકે કોંગ્રેસે ગઠબંધન કરતા સીટ AAPના ફાળે ગઈ હતી. જે બાદ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં થોડી નારાજગી પણ જોવા મળી હતી.
ભરૂચ લોકસભા મતવિસ્તાર
ભરૂચ જિલ્લામાં 1 લોકસભા મતવિસ્તાર અને 5 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. ભરૂચ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારે આવેલું છે. વારાણસી પછી દેશનું બીજું સૌથી જૂનું શહેર ભરૂચ ઘણી રીતે સમાચારોમાં રહે છે. ભરૂચ લોકસભામાં એક વિધાનસભા, બરોડાની કરજણ વિધાનસભા અને નર્મદા જિલ્લાની દેડિયાપાડા ઉમેરવામાં આવી હતી, ત્યારબાદ આ લોકસભામાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઘટીને 22.2 ટકા થઈ ગઈ છે. ભાજપ 1989થી સતત આદિવાસી ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. કોંગ્રેસને મુસ્લિમ મતો સિવાય અન્ય જ્ઞાતિના વોટ મળતા નથી. આ લોકસભા ક્ષેત્રમાં લગભગ 6 લાખ આદિવાસી મતદારો, 3 લાખ 50 હજાર મુસ્લિમ મતદારો અને લગભગ 1.5 લાખ દલિત મતદારો છે. આ લોકસભામાં છોટુભાઈ વસાવા ત્રીજા ખેલાડી હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT