Lok Sabha Election 2024: Exit Polls ના પરિણામો ક્યાં અને ક્યારથી જોઈ શકાશે? એક ક્લિકે જાણો તમામ સવાલોના જવાબ
Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા તબક્કાનું મતદાન 1લી જૂનના રોજ યોજાશે. આ સાથે જ 19 એપ્રિલથી શરૂ થયેલા ચૂંટણીના તમામ તબક્કાઓનો અંત થશે.
ADVERTISEMENT
Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા તબક્કાનું મતદાન 1લી જૂનના રોજ યોજાશે. આ સાથે જ 19 એપ્રિલથી શરૂ થયેલા ચૂંટણીના તમામ તબક્કાઓનો અંત થશે. લગભગ 2 મહિના સુધી ચાલેલી ચૂંટણી મતદાનની સમગ્ર પ્રક્રિયા બાદ 4 જૂનના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિણામ જાહેર કરવામાં આવશે. જેનાથી દેશમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થશે.
આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક્ઝિટ પોલનો બહિષ્કાર કર્યો છે અને કોઈપણ ટીવી ચેનલમાં ટીવી ડિબેટમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જોકે 4 જૂનના રોજ ચૂંટણી પરિણામના દિવસે કોંગ્રેસના નેતાઓ ટીવી ડિબેટમાં જોડાશે.
NDA-INDIA ગઠબંધન વચ્ચે ટક્કર
2024ની લોકસભા ચૂંટણી માટે NDA અને INDIA બે ગઠબંધન સામ સામે છે. જેમાં NDAમાં સૌથી મોટા પક્ષ ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે INDIA ગઠબંધન માટે જુદી જુદી પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. જેમાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે તથા અન્ય નેતાઓ છે.
ADVERTISEMENT
તો TMC માટે મમતા બેનર્જી, AAP માટે CM અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. દેશમાં છેલ્લા 10 વર્ષથી ભાજપના ગઠબંધનની NDA સરકાર છે. જ્યારે કોંગ્રેસ અને INDIA ગઠબંધને ચૂંટણીમાં બેરોજગારી, સામાજિક-આર્થિક ભેદભાવ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
4 જૂને આવશે ચૂંટણી પરિણામ
4 જૂને ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલા જ 1લી જૂને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદથી જુદા જુદા એક્ઝિટ પોલની જાહેરાત શરૂ થઈ જશે. ચૂંટણી પંચ મુજબ, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયાના 30 મિનિટ બાદ એક્ઝિટ પોલ જાહેર કરી શકાય છે. મતદાનની પ્રક્રિયા ચાલતી હોય તે સમયે એક્ઝિટ પોલ જાહેર કરવાની મંજૂરી નથી. ત્યારે લોકો પણ ફરી દેશમાં કોની સરકાર બનશે તે જાણવા માંગે છે, એવામાં એક્ઝિટ પોલ 1લી જૂને ક્યાંથી અને ક્યારે જોઈ શકાશે તેવા પણ લોકોને સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલનો સમય અને તારીખ
લોકસભાની ચૂંટણી માટે શનિવારે 1લી જૂને મતદાન યોજાશે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6.30 વાગ્યે એક્ઝિટ પોલના આંકડા જાહેર થવાનું શરૂ થશે.
ADVERTISEMENT
Live એક્ઝિટ પોલ ક્યાં જોવા શકાશે?
લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલના આંકડા જુદી જુદી ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા યુ-ટ્યુબ પર લાઈવ કરવામાં આવશે.
ADVERTISEMENT