Lok Sabha Elections Result: એક સમયે માત્ર 46 સીટો જીતીને દેવગૌડા બન્યા હતા પ્રધાનમંત્રી, શું નીતિશ કુમાર ઈતિહાસનું પુનરાવર્તન કરશે?

ADVERTISEMENT

Lok Sabha Elections Result
નીતિશ કુમાર કરશે 1996 જેવો 'ખેલ'?
social share
google news

Lok Sabha Elections Result:  દેશમાં 18મી લોકસભાની રચના માટે 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. એક્ઝિટ પોલ્સથી વિપરીત અત્યાર સુધીના વલણોમાં ભાજપની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. તેમાં પણ સૌથી મોટો ખેલ કરી શકે છે ચૂંટણી પહેલા વિપક્ષી મહાગઠબંધનનો સાથ છોડીને NDAમાં સામેલ થનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. બિહારની 14 લોકસભા સીટો પર નીતિશ કુમારની JDU આગળ ચાલી રહી છે. તો ભાજપ 12 બેઠકો પર અને એલજેપી 5 બેઠકો પર આગળ છે. આ સિવાય RJD 4 પર, કોંગ્રેસ 2 પર, CPI 2 પર અને હિન્દુસ્તાની અવમ મોરચા 1 સીટ પર આગળ છે.

1996માં બનેલી ઘટનાની યાદ અપાવી

વલણોની વચ્ચે એવી ચર્ચા છે કે NCP ચીફ શરદ પવારે નીતિશ કુમારને INDIA ગઠબંધનમાં ફરી જોડાવા આમંત્રણ આપ્યું છે. એવી અટકળો છે કે તેમને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી છે. જોકે, જેડીયુ આ સમાચારને પાયાવિહોણા ગણાવી રહી છે પરંતુ જેવો નીતિશ કુમારનો ઈતિહાસ રહ્યો છે, તેઓ ફરી એકવાર પક્ષ બદલે તો નવાઈ નહીં. બિહારમાં બનેલી આ સ્થિતિએ વર્ષ 1996માં યોજાયેલી લોકસભા ચૂંટણીની યાદ અપાવી દીધી છે, 1996માં માત્ર 46 સીટો જીતીને એચડી દેવગૌડા વડાપ્રધાન બન્યા હતા.

એચડી દેવગૌડા બન્યા હતા PM

1996માં યોજાયેલી 11મી લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ હતી. પરંતુ વાજપેયી જરૂરી બહુમતી હાંસલ કરી શક્યા ન હતા અને માત્ર 13 દિવસ સત્તામાં રહ્યા બાદ રાજીનામું આપવું પડ્યું હતું. સરકાર પડ્યા બાદ કોંગ્રેસે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો હતો. પૂર્વ પીએમ વીપી સિંહથી લઈને ડાબેરી નેતા જ્યોતિ બસુને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કોઈએ તે સ્વીકાર્યું નહીં. બાદમાં 46 સીટો જીતનાર એચડી દેવગૌડા પીએમ બન્યા હતા અને કોંગ્રેસે બહારથી સમર્થન આપ્યું.

ADVERTISEMENT


ચૂટણી પહેલા નીતિશે છોડ્યો હતો વિપક્ષનો સાથ

જે રીતે નીતીશ કુમાર હાલમાં બિહારના મુખ્યમંત્રી છે, તેવી જ રીતે દેવેગૌડા તે સમયે કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેમણે 31 મે 1996ના રોજ સીએમ પદ છોડી દીધું અને 1 જૂનના રોજ પીએમ તરીકે શપથ લીધા હતા. જોકે, દેવગૌડા વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. નીતિશ કુમારની વાત કરીએ તો તેમનો વડાપ્રધાન પદ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. વિપક્ષી મહાગઠબંધનનો પાયો પણ નીતીશ કુમારે જ નાખ્યો હતો. પરંતુ ચૂંટણી શરૂ થાય તે પહેલા તેઓએ પોતાનું વલણ બદલી નાખ્યું. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે હવે તેઓ પાર્ટી નહીં બદલે.
 

    follow whatsapp

    ADVERTISEMENT