Lok Sabha Election: ગુજરાતના ‘Exit poll’ અને ‘Opinion polls’ પર આ તારીખથી પ્રતિબંધ, ભંગ બદલ કડક કાર્યવાહીની જોગવાઈ

ADVERTISEMENT

Lok Sabha Election 2024
‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે મહત્વની જાહેરાત
social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી છે. એવામાં સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત અંગે એક જાહેરનામું  બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

આ તારીખથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

ઉપરોક્ત જાહેરનામું લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર અમલીકરણ કરવાનું રહેશે. જે પ્રમાણે જરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તા.19.04.2024 ને શુક્રવારના સવારે 07:00 વાગ્યાથી તા.01.06.2024 ને શનિવારના સાંજના 06:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને 02 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

આ પણ વાંચો:- Government Job: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરવી અરજી

શું છે ચૂંટણીપંચનું જાહેરનામું 

ચૂંટણીપંચના જાહેરનામાં અનુસાર,  લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT