Lok Sabha Election: બનાસકાંઠામાં BJPના નારાજ નેતાઓએ ખેલ પાડ્યો? કોંગ્રેસ-ભાજપ ક્યાં કેટલી મજબૂત જુઓ

ADVERTISEMENT

Banaskantha Lok Sabha Seat
Banaskantha Lok Sabha Seat
social share
google news

Lok Sabha Election Banaskantha: લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપના ફાળે રહી હતી. જોકે આ વર્ષે કોંગ્રેસ કેટલીક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે. બનાસકાંઠા બેઠક પર પણ ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યાં પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળી છે. પરંતુ ત્યારે ચર્ચાઓ એવી પણ છે કે ગેનીબેનનો સીધો મુકાબલો શંકર ચૌધરી સામે છે. તો ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પણ પાર્ટીને નુકસાન કરાવવા મેદાને ઉતર્યા હોવાની ચર્ચા મીડિયા વર્તુળોમાં છે.

ગેનીબેનની સીધી ટક્કર શંકર ચૌધરી સાથે?

આ બાબતને જોતા બનાસકાંઠામાં આ વખતે કોણ બાજી મારશે તે કહેવું મુશ્કેલ છે. એક બાજુ પહેલીવાર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ મળતા ઠાકોર સમાજના મત કોંગ્રેસ તરફી ઉત્સાહમાં પરિણમશે કે નહીં તે સવાલ છે. તો ચર્ચા એવી પણ છે કે સહકારી ક્ષેત્રે શંકર ચૌધરીના આધિપત્યથી ભાજપના જ કેટલાક નેતાઓ નારાજ હતા. એવામાં વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા વધુ મતદાન કરાવ્યાના ચર્ચા છે. ભાજપે સતત ચોથી વખત એક જ સમાજને ટિકિટ અપાતા લોકોમાં રોષ હોવાની પણ ચર્ચા છે. તો PM મોદી અને પ્રિયંકા ગાંધીએ પણ અહીં પ્રચાર કર્યો હતો. 

ભાજપ-કોંગ્રેસને ક્યાં ફાયદો, ક્યાં નુકસાન?

ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલથી નારાજ એક જૂથનો ફાયદો કોંગ્રેસને થાય તેવી ચર્ચા છે. તો દિયોદર, ભાભોરમાં ઠાકોર-રબારી સમાજના મત કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. ધાનેરામાં કોંગ્રેસને નુક્સાન અને ભાજપને ફાયદાની ચર્ચા છે. દાંતીવાડામાં ઠાકોર-ક્ષત્રિય સમાજના મત ગેનીબેનને ફાયદો કરાવી શકે છે. તો પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા ભાજપને નુક્સાન કરાવી શકે, દાંતામાં આદિવાસી, મુસ્લિમ, ઠાકોર અને રાજપૂત સમાજના મત વધુ છે એટલે, ત્યાં ગેનીબેનને ફાયદો થવાની શક્યતાઓ વધુ છે. અમીરગઢમાં ઠાકોર, દરબારના વધુ મત કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. ડીસામાં વધુ મતદાનનો ફાયદો રેખાબેનને થાય તેવી શક્યતા છે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT