Lok Sabha Election: UPમાં બની ગુજરાત જેવી ઘટના, સગીરે 8 વખત વોટ નાખ્યો, વીડિયો પણ બનાવ્યો

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election UP Voting Video Viral: ઉત્તર પ્રદેશના એટામાં એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હોવાનો દાવો કર્યા બાદ હવે સંબંધિત મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન કરવામાં આવશે. દરમિયાન મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરી મતદાન કરવાની ભલામણ કરી છે. આ સાથે પોલિંગ પાર્ટીના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીએ આરોપી યુવક સગીર હોવાનું જણાવ્યું છે.

વાસ્તવમાં, UPના એટાના આ મતદાન મથક પર, એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે 8 વખત મતદાન કર્યું છે. તેણે આનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા ચીફ અખિલેશ યાદવે પણ શેર કર્યો છે.

મતદાન કરનાર યુવકની ધરપકડ

મામલો સામે આવ્યા બાદ એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આઠ વખત મતદાન કરનાર વ્યક્તિની ઓળખ ખિરિયાના પમારાન ગામના રાજન સિંહ તરીકે થઈ છે. પોલીસે રાજનની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

CEOએ આ સૂચના આપી હતી

1. પોલિંગ બૂથના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

2. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ બાકીના તબક્કામાં પ્રક્રિયાને કડક રીતે અનુસરવા સૂચના આપી છે.

ADVERTISEMENT

વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?

વીડિયોમાં એક યુવક EVM પાસે ઉભો છે. આ વીડિયોમાં તે 8 વખત વોટ કર્યાનો દાવો કરી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર વીડિયો શેર કર્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેમણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીંતર… ભાજપની બૂથ કમિટી ખરેખર તો લૂંટ કમિટી છે.

ADVERTISEMENT

સમાજવાદી પાર્ટીએ વીડિયો શેર કર્યો

સમાજવાદી પાર્ટી પર વિડિયો શેર કરીને લખ્યું કે, ફર્રુખાબાદ લોકસભાની અલીગંજ વિધાનસભામાં બૂથ નંબર-343 ગામ ખિરિયા પમારાનમાં સગીર યુવક દ્વારા 8 વખત ભાજપના પક્ષમાં વોટ નાખવામાં આવ્યો. આ ઘટના ચોક્કસપણે બૂથ કેપ્ચરિંગને દર્શાવે છે. ચૂંટણી પંચે ધ્યાને લેવું જોઈએ. આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT