Gujarat Election voting Live: ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, 2019 ની સરખામણીએ મતદાન વધવાની શક્યતા નહિવત
Gujarat Lok Sabha Election Live Updates: આજે ગુજરાતની 25 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સુરત સીટ બિનહરિફ થતાં 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીની સાથે પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર જેવી પાંચ બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
ADVERTISEMENT
Gujarat Lok Sabha Election Live Updates: આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની સાથે પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર જેવી પાંચ બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ ઉમેદવારોમાં અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનો પણ ભાવિ આજે EVMમાં કેદ થયા છે.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:15 PM • 07 May 202425 સીટ પર મતદાન પૂર્ણ
8 વાગ્યા સુધીમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન જોવા મળી રહ્યું છે, મતદાનના ચોક્કસ આંકડાઓ રાતના 12 વાગ્યા સુધીમાં આવી શકે છે.
- 05:46 PM • 07 May 20245 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન
રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે, જેમાં વલસાડમાં સૌથી વધુ 68.12% તો અમરેલીમાં સૌથી ઓછું 45.59% મતદાન નોંધાયું છે.
Lok Sabha Election 2024 Phase 3: 2019 ની સરખામણીએ અત્યાર સુધીમાં મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો - 05:11 PM • 07 May 2024ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં વોટિંગ કર્યું
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં વોટિંગ કર્યું હતું.તેમની સાથે રીવાબા પણ મતદાન કેન્દ્રમાં જોવા મળ્યા હતા.
- 03:48 PM • 07 May 20243 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 47 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સરેરાશ 47 ટકા મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ હવે વલસાડ બનાસકાંઠાથી આગળ નીકળી ગયું છે.
Lok Sabha Election 2024 Phase 3: 2019 ની સરખામણીએ અત્યાર સુધીમાં મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો
- 01:43 PM • 07 May 2024રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન, શું ક્ષત્રિય વિવાદના કારણે મતદાન ઓછું?
- 01:07 PM • 07 May 2024ભાવનગરના રાજવી પરિવાર દ્વારા કર્યું મતદાન
યુવરાજ જયવીરરાજસિંહજી કુમાર શાળા ખાતે મતદાન કર્યું.
જયવીરરાજસિંહજીએ પત્ની, અને મહારાણી સંયુક્તાદેવી સાથે મતદાન કર્યું.
- 11:42 AM • 07 May 202411 વાગ્યા સુધીનું સરેરાશ 24.35 ટકા મતદાન
- 11:36 AM • 07 May 2024ગૌતમ અદાણીએ કર્યું મતદાન
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કર્યું છે.
- 11:33 AM • 07 May 2024આઈ.કે જાડેજાએ થાળી વેલણ વગાડી મતદારોને કરી અપીલ
ધ્રાંગધ્રા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજાએ પગપાળા જઇને મતદાન કર્યુ છે. થાળી વેલણ વગાડીને પોતાનો કિંમતી મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. તથા અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી છે.
- 11:31 AM • 07 May 2024ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મતદાન કર્યું
માંડવીના ધારાસભ્યએ શંખ નાદ અને રામધૂન સાથે વોટિંગ કર્યું. માંડવી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મતદાન કર્યું. મતદાન પૂર્વે સોસાયટીના લોકો સાથે રામધૂન બોલતા બોલતા આરતીના નાદ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પરંપરાગત પરિધાન ધોતી અને ઝભ્ભો પહેરીને મતદાન કર્યું હતું.
- 11:30 AM • 07 May 2024રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની લથડી તબિયત
- 11:23 AM • 07 May 2024હિતેન્દ્રસિંહ ચૌહાણનો ફોટો વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનો મતદાન બુથ અંદર મતદાન કરતો ફોટો વાયરલ થયો છે. આ ફોટો તેમના દ્વારા જ ક્લિક કરવામાં આવ્યો હતો. ચોટીલા ખાતે મતદાન સમયે મતદાન કેન્દ્ર સુધી હિતેન્દ્રસિંહ ચૌહાણ મોબાઈલ લઈ ગયા હતા અને ભાજપના ઉમેદવારને મત આપતો ફોટો પાડ્યો હતો. એટલું જ નહીં આ ફોટો તેમણે ફેસબુક સ્ટોરીમાં અપલોડ પણ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોબાઈલ મતદાન કેન્દ્રમાં લઈ જઈને ફોટો પાડવામાં આવતા મતદાનની ગરીમા તૂટી છે.
- 10:48 AM • 07 May 2024કોંગ્રેસ નેતા અમરસિંહ ઠાકોર પર હુમલો
મહેસાણામાં મતદાન દરમિયાન કોંગ્રેસના આગેવાન ઉપર ભાજપના આગેવાને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સિહોરમાં કોંગ્રેસના મહેસાણા જિલ્લાના આગેવાન અમરસિંહ ઠાકોર ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મતદાન સમયે વડનગરના શિપોર ગામે પહોંચેલા કોંગી આગેવાન અમરસિંહ ઠાકોર ઉપર થયેલા હીચકારા હુમલાને પગલે કોંગ્રેસીઓ લાલઘૂમ થઈ ગયા છે. હુમલાનો ભોગ બનેલા કોંગી આગેવાને પોલીસ ફરિયાદ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
- 10:20 AM • 07 May 2024ક્ષત્રિયોનો વિરોધ થયો તે લોકસભા બેઠકો પર 2 કલાકમાં કેટલું મતદાન?
- 09:46 AM • 07 May 2024જુઓ ક્યાં કેટલું મતદાન થયું
- 09:46 AM • 07 May 2024પરિવાર સાથએ દિલીપ સંઘાણીએ કર્યું મતદાન
અમરેલી સહકારી નેતા ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી વતન માળીલા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે. લગ્નગીતો ગાતા-ગાતા મહિલાઓ સંગાથે દિલીપ સંઘાણી મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ દિલીપ સંઘાણી દ્વારા મતદાતાઓને મતદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
- 09:40 AM • 07 May 2024શંભુનાથજી ટુંડીયાએ પરિવાર સાથે કર્યું મતદાન
સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં ગઢડા ધારાસભ્યે પરિવાર સાથે મતદાન કર્યું છે. ગઢડા ધારાસભ્ય અને સંત સવૈયાનાથ જગ્યાના મહંત શંભુનાથજી ટુંડીયાએ પોતાના વતન ઝાંઝરકા ગામની શાળામાં મતદાન કર્યું છે. તેઓએ મતદાન કરી લોકોને લોકશાહીના પર્વમાં જોડાવા અને વધુમાં વધુ મતદાનની અપીલ કરી છે.
- 09:26 AM • 07 May 2024મતદાન શરૂ થતા જ EVM બંધ થયા
- 09:16 AM • 07 May 2024ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ.
- 09:05 AM • 07 May 2024મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પુત્ર અનુજ સાથે શીલજ પ્રાથમિક શાળા ખાતે કર્યું મતદાન
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT