Lok Sabha Election Result: રામ મંદિર બન્યું તે અયોધ્યામાં જ ભાજપના ઉમેદવારની મોટા અંતરે હાર

ADVERTISEMENT

Lok Sabha Election Result Ayodhya
Lok Sabha Election Result Ayodhya
social share
google news

Lok Sabha Election 2024 Ayodhya: ફૈઝાબાદ, જે હવે અયોધ્યા તરીકે ઓળખાય છે, તે ઉત્તર પ્રદેશની એક મહત્વપૂર્ણ લોકસભા બેઠક છે. આ બેઠક પર કોઈ એક પક્ષનું વર્ચસ્વ નથી. શરૂઆતના તબક્કામાં કોંગ્રેસે સતત ચાર વખત જીત મેળવી હતી, પરંતુ ત્યારપછી કોઈપણ પક્ષ સતત બે વખતથી વધુ જીતી શક્યો નથી. જોકે ભાજપના ઉમેદવારની આ બેઠક પરથી હાર થઈ છે.

અયોધ્યામાં ભાજપના ઉમેદવાર પાછળ

આ વખતે ભાજપ પાસે જીતની હેટ્રિક ફટકારવાની તક હતી, પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP)ના India ગઠબંધન ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (BSP) પણ મેદાનમાં તાકાત બતાવી રહી હતી. જોકે આ બેઠક પરથી ચોંકાવનારી રીતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે. રામ મંદિરના નિર્માણ બાદ આ સીટ ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન બની ગઈ હતી, જોકે આ વચ્ચે કાઉન્ટિંગના શરૂઆતના ટ્રેન્ડ ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને ભાજપના ઉમેદવાર પાછળ હતા.

ભાજપના ઉમેદવારને કેટલા વોટ મળ્યા?

ફૈઝાબાદમાં સમાજવાદી પાર્ટીએ અવધેશ પ્રસાદને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા. જેઓ 47 હજાર વોટના માર્જિનથી જીતી ગયા હતા. અવધેશ પ્રસાદને 488647 વોટ મળ્યા છે, જ્યારે ભાજપે લલ્લુ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જેમને 440543 વોટ મળ્યા છે. 

ADVERTISEMENT

વિધાનસભા બેઠકોનું ગણિત

રામ મંદિરના કારણે ફૈઝાબાદ સંસદીય સીટ VIP કેટેગરીની છે. ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર હેઠળ 5 વિધાનસભા બેઠકો છે - દરિયાબાદ, રૂદૌલી, મિલ્કીપુર, બીકાપુર અને અયોધ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આમાંથી 4 બેઠકો જીતી હતી, જ્યારે સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે મિલ્કીપુર બેઠક પર જીત મેળવી હતી.

આ વખતે ફૈઝાબાદ લોકસભા સીટ પરથી કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે. અહીં કુલ 19 લાખ 27 હજાર 759 મતદારો છે, જેમાંથી 9 લાખ 20 હજાર 840 મહિલા અને 10,06,919 પુરુષ મતદારો છે. આ ચૂંટણીમાં કુલ 59.13 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ફૈઝાબાદ સીટ પર 59.13 ટકા મતદાન થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT