NDA કે INDIA ગઠબંધન, 2024માં OBC મતદારોએ કોને આપ્યા વોટ? જુઓ શું કહે છે Exit Pollનું અનુમાન

ADVERTISEMENT

Lok Sabha Election Result
Lok Sabha Election Result
social share
google news

Lok Sabha Election 2024 Exit Polls: લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા પહેલા એક્ઝિટ પોલની ચર્ચા ખૂબ ચાલી રહી છે. એક્ઝિટ પોલના પરિણામોથી ખબર પડે છે કે OBC મતદારોએ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સમર્થિત ગઠબંધન NDA ના સમર્થનમાં વધારે વોટ આપ્યા છે. 

OBC મતદારો કોના તરફ?

દેશના દરેક ત્રીજો મતદાર એક OBC છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં 56 ટકા OBC  મતદારોએ NDA ને વોટ આપ્યા હતા. 2024 ના એક્ઝિટ પોલના અનુમાનથી ખબર પડે છે કે આ વખતે NDA ને વોટ આપનારાઓની સંખ્યા વધીને 58 ટકા થઈ છે. 

આ ઉપરાંત INDIA ગઠબંધનની પાર્ટીઓને મળનારા OBC વોટની સંખ્યા 11 ટકા વધી છે. INDIA ગઠબંધનના OBC વોટ 19 ટકા હતા તે હવે વધીને 30 ટકા થયા છે. 

ADVERTISEMENT

બિહારમાં યાદવોના સૌથી વધુ વોટ કોને?

OBCના વર્ચસ્વ વાળા રાજ્યોની રાજનીતિમાં બિહારમાંથી NDAને યાદવોના ખાલી 10 ટકા વોટ જ મળ્યા છે, જ્યારે INDIA ગઠબંધનને બિહારના 24 ટકા OBC વોટ મળ્યા છે. INDIA ગઠબંધનને કુલ મળીને 82 ટકા યાદવોના વોટ મળ્યા. 

મહારાષ્ટ્રમાં પણ NDA ને મળનારા OBC વોટ ઓછા થઈ શકે છે, એક્ઝિટ પોલ પ્રમાણે જોઈએ તો આ રાજ્યમાં મળનારા OBC વોટ સાત ટકા ઘટે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને મળનારા વોટ વધ્યા છે. પરંતુ વોટની સંખ્યાના ઘટાડા સાથે પણ NDA 62 ટકા ઓબીસી વોટ લેવામાં સફળ રહ્યું. પણ આનાથી વિપરીત મધ્ય પ્રદેશમાં ઓબીસી મતદારોનો મિજાજ અલગ જોવા મળ્યો. અહીંયા NDA ને 7 ટકા વોટનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 7 ટકા વોટનું નુકસાન ભોગવવું પડી શકે છે.

ADVERTISEMENT

કર્ણાટકમાં પણ OBC વોટ શેરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અહીં OBCમાં વોક્કાલિગાનું વર્ચસ્વ છે. NDAને વોક્કાલિગાના 32 ટકા વોટ મળ્યા છે. જ્યારે INDIA ગઠબંધનને 31 ટકા વોટનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આવી જ રીતે રાજસ્થાનમાં જાટ OBCએ આ વખતે NDAના બદલે INDIA ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. NDAને અહીં 24 ટકા OBC વોટોનું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં INDIA ગઠબંધનને આ સમુદાયના 22 ટકા વોટ મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT