Rupala Controversy: 'રૂપાલાને માફ કરવા અમે તૈયાર નથી', ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક 'નિષ્ફળ'

ADVERTISEMENT

Rupala Controversy
ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ
social share
google news

Rupala Controversy: રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે આજે એક બેઠક થઈ હતી. આ બેઠકમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે અને એટલા માટે જ આ ભાજપ માટે પણ મહત્વની બેઠક હતી. જોકે, આજની આ બેઠક બાદ નિષ્કર્ષમાં ભાજપને નિષ્ફળતા જ હાથ લાગી છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી અને  ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે.

આ પણ વાંચો:- 'તુ સમાજનો કર્તાહર્તા કે માય-બાપ નથી', ગોંડલના જયરાજસિંહ જાડેજા પર ક્ષત્રિય સમાજના યુવકો લાલઘુમ

બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું હતું?

આજની આ બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT