BIG BREAKING: કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી કરી જાહેર, જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર બેઠક પર નામ નક્કી
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. અગાઉ 19 ઉમેદવારો નક્કી થઈ ગયા છે જ્યારે નવા ત્રણ ઉમેદવારોમાં વડોદરા,જૂનાગઢ અને સુરેન્દ્રનગર પર નામ નક્કી થઈ ગયા છે
ADVERTISEMENT
Lok sabha Election 2024: કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. અગાઉ 19 ઉમેદવારો નક્કી થઈ ગયા છે જ્યારે નવા ત્રણ ઉમેદવારોમાં વડોદરા,જૂનાગઢ અને સુરેન્દ્રનગર પર નામ નક્કી થઈ ગયા છે. હજુ ગુજરાતની ચાર બેઠકો પર નામ જાહેર થયા નથી જેમાં રાજકોટ, મેહસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારી પર સસ્પેન્શન યથવાત છે.
ગુજરાતમાં આ તારીખે થશે મતદાન
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.
7 તબક્કામાં યોજાશે મતદાન
- દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
- પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે, બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.
- ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
- ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે, આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે, આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે, આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે, છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT