Exit Poll Results: ક્ષત્રિયો નિશાન ચૂંકયા? એક્ઝિટ પોલ્સના આંકડાએ સ્પષ્ટ કર્યું ચિત્ર!

ADVERTISEMENT

Exit Poll Results
Exit Poll Results
social share
google news

Kshatriya community against Rupala: લોકસભા ચૂંટણીનું સાત તબક્કાનું મતદાન પૂરૂં થયા બાદ એક્ઝિટ પોલ્સના આંકડાઓ સામે આવી રહ્યા છે. એવામાં આ વખતે ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચિત મુદ્દો હતો તે છે ક્ષત્રિય આંદોલન. જેની શરૂઆત રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાના ક્ષત્રિય સમાજ પર આપેલ વિવાદિત નિવેદન બાદ થયેલી હતી. આ આંદોલનના કારણે રાજ્યમાં ઠેરઠેર તેના વિરોધના છાંટા જોવા મળ્યા હતા. અમૂક અંશે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપનું ગઢ ગણાતા રાજ્યમાં આ વખતે ગાબડું પડી શકે છે અને અમૂક સીટો પર નુકશાન થઈ શકે છે પરંતુ આ પ્રકારની સંભાવના એક્ઝિટ પોલ્સના આંકડાએ નકારી કાઢી છે.

Railway Bharti 2024: રેલવેમાં ધો.10-12 પાસ માટે એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી, અહીંથી ભરો ફોર્મ


શું ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન 'ફેલ'?

ગુજરાતના સંદર્ભમાં ચાર એક્ઝિટ પોલ્સના આંકડાઓ જોવામાં આવે તો ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી રહી છે. જેમાં TV9-Polstrat, NEWS 18, India Tv -CNX અને Times Now - ETG પ્રમાણે બધી બેઠક ભાજપ જીતી રહી છે. જોકે, અમૂક  એક્ઝિટ પોલના આંકડા કહે છે કે જેમાં 26 માંથી 1 સીટ કોંગ્રેસને મળી રહે છે પરંતુ વાત એ છે જે રીતે ક્ષત્રિય આંદોલન ગરજયું તે રીતે વરસ્યું નથી એવું એક્ઝિટ પોલ્સના આંકડા બતાવી રહ્યા છે. જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા દાવો કરવામ આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી બેઠકો પર 80 ટકાથી વધુ મતદાન થયું છે.અમારા મુજબ ભાજપ 7 બેઠક ક્ષત્રિય  પ્રભુત્વવાળી  બેઠક હારી રહી છે અને 4 બેઠક પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહીં પરંતુ ઓછી લીડ આવશે. પરંતુ આ તમામ પ્રકારના દાવોઓ એક્ઝિટ પોલ્સ ખોટ પડી રહ્યા છે અને શું તે એવું દેખાડી રહ્યા છે કે શું ક્ષત્રિય આંદોલન 'ફેલ' થયું છે?

ભાજપના ગઢમાં INDIA ગઠબંધન પાડશે ગાબડું! 10 વર્ષ બાદ ગુજરાતની કઈ સીટ હાથમાંથી સરકી શકે?

બખ્તરમાં બખોલું, જવાબદાર કોણ?

ક્ષત્રિયો ખૂબ જ એડી ચોંટીનું જોર લગાડ્યું હતું  કે જેને જોતાં એક સમયે ભાજપના પણ પસીના છૂટી ગયા હતા. ઠેર-ઠેર રાજ્યમાં અસ્મિતા આંદોલન યોજી તેમણે ભારે પ્રમાણમાં જનમત તો ભેગો કર્યો હતો પરંતુ ક્ષત્રિયનું બખ્તર એટલે કે મુખ્ય આગેવાનોમાં ટક્કર જોવા મળી હતી. પી.ટી.જાડેજા  અને પદ્મિનીબા સામે સામે આવી ગયા હતા. આ સિવાય રાજવી પરિવાર પર પણ ભાજપના સપોર્ટમાં આવ્યા હતા તો શું આ કારણોના જ લીધે ક્ષત્રિય આંદોલનની જેટલી અસર થવી જોઈએ તેટલી એક્ઝિટ પોલ્સના અનુમાનમાં દેખાઈ રહી નથી? 

ADVERTISEMENT

દેશવાસીઓની નજર પરિણામ પર

જોકે, હજુ તો આ એક્ઝિટ પોલના આંકડા છે જે ફાઇનલ માની શકાય નહીં, કોની કેટલી બેઠક જીતે છે અને કોની દેશમાં સત્તા આવે છે? શું ગુજરાતમાં ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે કે પછી પરિવર્તન થશે? આ પ્રકારના તમામ સવાલોના જવાબ 4 જૂન એટલે કે મતદાનના પરિણામના દિવસે જ સામે આવશે. સમગ્ર ગુજરાત સહિત દેશની નજર લોકસભાના પરિણામના આંકડાઓ પર ટકી રહેલી છે.  

ગુજરાતમાં ભાજપનો દબદબો

ગુજરાત (26 બેઠક) ભાજપ કોંગ્રેસ+આપ અન્ય
TV9-Polstrat 26 0 0
NEWS 18 26 0 0
India Tv -CNX 26 0 0
Times Now - ETG 26 0 0

    follow whatsapp

    ADVERTISEMENT