સાબરકાંઠા બાદ હવે વિજાપુર ભાજપમાં ભડકો, સી.જે ચાવડાને ટિકિટ મળતા સીનિયર નેતાનું રાજીનામું

ADVERTISEMENT

Mehsaba BJp
Mehsaba BJp
social share
google news

Vizapur Election: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે ભાજપે મંગળવારે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સી.જે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે આ નિર્ણયથી નારાજ થઈને રાજીનામું ધરી દીધું છે.

53 વર્ષે ભાજપમાંથી રાજીનામું

ગોવિંદ પટેલે કહ્યું કે, જો આયાતી કાર્યકરોને જ ટિકિટ મળવાની હોય તો પછી મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓએ શું કરવાનું? તેમણે રાજીનામું આપ્યા બાદ અન્ય કોઈ પક્ષમાં જવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, મેં દુઃખી મનથી રાજીનામું આપ્યું છે. 1970-71થી પાર્ટીના કાર્યકર તરીકે 53 વર્ષ સુધી સેવા આપી. પાર્ટીમાં અસંખ્ય કાર્યકર્તાઓ સારી વિચારધારાવાળા છે. ત્યારે પાર્ટીને એવી તો શું જરૂર પડી કે આવા આયાતી કાર્યકરો મુકવા પડ્યા અને મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓના ભવિષ્યનું શું?

ADVERTISEMENT

સાબરકાંઠામાં પણ લોકસભા ઉમેદવારનો વિરોધ

તો બીજી તરફ સાબરકાંઠાની લોકસભા બેઠકના ઉમેદવારનો પણ ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. હકીકતમાં ભાજપે આ બેઠક પરથી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. એવામાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ ઉમેદવાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને મૂળ રૂપે ભાજપના જ કોઈ કાર્યકરને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT