Lok Sabha Elections 2024: ભાજપની ચોથી યાદી જાહેર, કુલ 297 ઉમેદવારોના નામ કર્યા જાહેર
Lok Sabha Elections 2024: આજે ભાજપની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર થઈ ગઈ છે. ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry) અને તમિલનાડુ (Tamil Nadu)ના ઉમેદવારોના નામ જાહેર થયા છે.
ADVERTISEMENT
Lok Sabha Elections 2024: દેશમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. એવા બધા રાજકીય પક્ષ એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે, ત્યારે આજે ભાજપની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર થઈ ગઈ છે. ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry) અને તમિલનાડુ (Tamil Nadu)ના ઉમેદવારોના નામ જાહેર થયા છે. અત્યાર સુધીમાં ભાજપે કુલ 297 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
કુલ 297 ઉમેદવારોના નામ કર્યા જાહેર
ભાજપે 2 માર્ચે 195 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ તેમાંથી બે - ભોજપુરી ગાયક અને અભિનેતા પવન સિંહ અને ઉત્તર પ્રદેશના ઉપેન્દ્ર રાવત - વિવાદ ઉભો થયા પછી તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી ભાજપે 13 માર્ચે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન પૂર્ણ થશે. 4 જૂને મતગણતરી થશે. રાજ્યમાં લોકસભાની 39 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાંથી એક પણ સીટ જીતી શકી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT