Lok Sabha Election 2024: ભાજપની 8મી યાદીમાં વધુ 9 ઉમેદવારો જાહેર, સની દેઓલની ટિકિટ કપાઈ
Lok Sabha Election 2024 BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઓડિશાની 3, પંજાબની 6 અને પશ્ચિમ બંગાળની 2 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
BJP
Lok Sabha Election 2024 BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઓડિશાની 3, પંજાબની 6 અને પશ્ચિમ બંગાળની 2 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે સની દેઓલનું પત્તું કાપી નાખ્યું છે. તેમના સ્થાને ગુરદાસપુર લોકસભા સીટથી દિનેશ સિંહ 'બબ્બુ'ને ટિકિટ આપવામાં આવી છે. તરનજીત સિંહ સંધુને અમ્તસરથી ટિકિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT