Lok Sabha Election 2024: ગુજરાતની આ 10 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી!

ADVERTISEMENT

Lok Sabha Election Congress List
Lok Sabha Election Congress List
social share
google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે. ભાજપે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને અન્ય ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસની CECની બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ, આ બેઠકમાં ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોના નામની મહોર લાગી ગઈ છે. 

સૂત્રો મુજબ CECમાં કોંગ્રેસના 10 ઉમેદવાર પર લાગી મહોર

  • છોટા ઉદેપુરથી સુખરામભાઈ રાઠવા
  • સાબરકાંઠાથી તુષાર ચૌધરી
  • રાજકોટથી પરેશ ધાનાણી
  • આણંદથી અમિત ચાવડા
  • પાટણથી ચંદનજી ઠાકોર
  • અમરેલીથી જેનીબહેન ઠુમ્મર 
  • ખેડાથી કાળુસિંહ ડાભી
  • સુરતથી નિલેશ કુંભાણી
  • પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ  
  • દાહોદથી પ્રભાબેન તાવીયાડ

અત્યાર સુધીમાં કઈ-કઈ બેઠક પર ઉમેદવાર જાહેર થયા?

જોકે નવસારી, ગાંધીનગર, મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ પર હજુ ઉમેદવારો નામ પર ચર્ચા બાકી છે. કોંગ્રેસે પોતાની પહેલી યાદીમાં કચ્છ બેઠક પરથી નીતિશ લાલન, બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ વેસ્ટ ભરત મકવાણા અને અમદાવાદ ઈસ્ટ બેઠક પર રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. જોકે, રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.ગુજરાતની 26 બેઠકમાંથી 2 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે.  

ગુજરાતમાં ક્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે?

લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. જ્યારે પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. જ્યારે 2014માં લોકસભા ચૂંટણીની તારીખો 5 માર્ચે જાહેર કરવામાં આવી હતી. 7 એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT