Gujarat Vidyapith Recruitment 2024: વિદ્યાપીઠમાં શૈક્ષણિક-વહીવટી પોસ્ટ પર મોટી ભરતી, 75000 સુધી પગાર
Gujarat Vidyapith Recruitment 2024: શૈક્ષણિક ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશ ખબર છે. ગુજરાત વિદ્યાપીઠમાં નોકરીની સારી એવી તક આવી છે. ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદ કેમ્પસમાં શૈક્ષણિક અને વહીવટી પોસ્ટની 117 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Gujarat Vidyapith Recruitment 2024: શૈક્ષણિક ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશ ખબર છે. ગુજરાત વિદ્યાપીઠમાં નોકરીની સારી એવી તક આવી છે. ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદ કેમ્પસમાં શૈક્ષણિક અને વહીવટી પોસ્ટની 117 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીના પદો પર જગ્યાઓ માટે અરજી કરી શકાશે. નોકરી માટે અરજી ઓનલાઈન વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2018 સુધીની છે.
આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતીની વિગતો
વિષય અને ખાલી પોસ્ટ | પોસ્ટની સંખ્યા |
અંગ્રેજી | 2 |
સમાજશાસ્ત્ર | 1 |
લાઇબ્રેરી અને ઈન્ફ. સાયન્સ | 1 |
શારીરિક શિક્ષણ | 2 |
સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન | 1 |
મેથેમેટિક્સ | 1 |
ફૂડ એન્ડ ન્યુટ્રીશન | 1 |
કમ્પ્યુટર વિજ્ઞાન | 2 |
યોગ | 1 |
આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને પગાર
- આસિસ્ટન્ટ પ્રોફેસરની આ જગ્યા માટે અરજી કરતા ઉમેદવાર ભારતની યુનિવર્સિટીમાંથી અથવા તેની સમકક્ષ એક્રિડેટેડ વિદેશી યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી (અથવા સમકક્ષ ગ્રેડ જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે) મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત પીએચ.ડીના સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા NET/ સંબંધિત વિષયમાં SET કરેલ હોવા જોઈએ.
- આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે યોગ્ય ઠરેલ ઉમેદવારને માસિક 50000 ફિક્સ પગાર આપવામાં આવશે. ગેસ્ટ ફેકલ્ટીને લેક્ચર દીઠ 1500 અને મહત્તમ 50000 આપવામાં આવશે.
વહીવટી જગ્યાઓ પર ભરતીની વિગતો
વહીવટી જગ્યાનું નામ | પોસ્ટની સંખ્યા |
નાયબ કુલસિચવ | 1 |
મદદનીશ કુલસચિવ | 3 |
મ્યુઝિક ક્યુરેટર | 1 |
મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર | 1 |
મદદનીશ ઈજનેર | 4 |
સંશોધન અધિકારી | 5 |
યુનિવર્સિટી ઇજનેર | 1 |
અંગત સચિવ | 2 |
અંગત મદદનીશ | 2 |
મદદનીશ આર્કાઇવિસ્ટ | 1 |
કન્ઝર્વેશનિષ્ટ | 1 |
તકનીકી મદદનીશ | 1 |
ક્રાફ્ટ આસિસ્ટન્ટ | 3 |
પ્રૂફ રીડર | 1 |
ગૃહપતિ-ગૃહમાતા | 8 |
રિસેપ્શનિસ્ટ | 2 |
નિમ્ન શ્રેણી કારકુન | 19 |
ડ્રાઇવર | 2 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 33 |
ગ્રાઉન્ડ મેન | 4 |
ચોકીદાર | 11 |
શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વિગતો
- વહીવટી જગ્યાઓ પર ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો ધો.10 પાસથી લઈને માસ્ટર્સ સુધીની છે. આ અંગે વિગતે નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
- પગારની વાત કરીએ તો જુદી જુદી પોસ્ટ માટે રૂ.12000થી લઈને રૂ.75000 પ્રતિ માસ સુધીના પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT