GSSSB ની વધુ એક પરીક્ષા આવી વિવાદમાં, પરિણામ જાહેર થતાં જ અનેક તર્ક-વિતર્ક આવ્યા સામે

ADVERTISEMENT

GSSSB Forest Guard
GSSSB Forest Guard
social share
google news

GSSSB Forest Guard Result 2024: ગુજરાતમાં ગૌણ સેવા ભરતી બોર્ડથી લઈને GPSC સુધીની તમામ પરીક્ષાઓ અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી હોય છે. એવામાં ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવેલ વન રક્ષકની પરીક્ષાને લઈને પણ વિવાદ શરૂ થયો છે. ગઇકાલે મંડળ દ્વારા આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારથી જ ઉમેદવારોના મનમાં અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા હતા. આ પરીક્ષા CBRT માધ્યમથી લેવામાં આવી હતી. જેને લઈને ઉમેદવારો દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 

ઉમેદવારોનો વિરોધ

આજ રોજ યુવા નેતા યુવરાજસિંહની આગેવાની હેઠળ 100થી વધુ ઉમેદવારો ગૌણ સેવા મંડળની ઓફિસે પોતાનો પક્ષ રાખવા માટે પહોંચ્યા હતા. આ મામલે યુવા નેતાનો વિરોધ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને છે. આ પદ્ધતિને લઈ તેમણે ખામી દર્શાવતા કહ્યું કે, TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશન નો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી. સાથે જ બીજી મુશ્કેલી ગણાવતા તેમણે કહ્યું કે, એકથી વધારે શિફ્ટ માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અથરા નીકળે છે. પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતું નથી. માટે આ CERT પદ્ધતિ દૂર થવી જોઈએ.

વનરક્ષકના પરિણામ પર વિવાદ

સાથે જ વનરક્ષકનું આજે જિલ્લા વાઇઝ મેરીટ પ્રકાશિત કરવામાં આવ્યું છે, પરંતુ ઉમેદવારને કેટલા માર્કસ થાય છે તે અંગે જાણકારી આપવામાં આવી નથી. માટે ઉમેદવારો કોને કેટલા માર્કસ થાય છે અને CERT પદ્ધતિથી લેવામાં આવેલ વનરક્ષકની પરીક્ષામાં નોરમોલાઈઝેશન મેથડનો કેવી રીતે ઉપયોગ થઈ છે અને મેથડ લાગુ થયા બાદ ઉમેદવારોને કેટલા માર્કસ વધ્યા તે રજૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય CCE ની ફાઇનલ આન્સર કી પર રજૂ કરવામાં આવી છે અને વનરક્ષકના પરિણામ બાદ તે ઉમેદવારો પણ ચિંતામાં મુકાયા છે.

ADVERTISEMENT

વનરક્ષકનું જિલ્લા પ્રમાણે મેરીટ

  • સૌથી વધારે કટ ઓફ- સુરત-177
  • સૌથી ઓછુ કટ ઓફ -ગીર સોમનાથ-146

    follow whatsapp

    ADVERTISEMENT