Government Jobs: સરકારી નોકરીના આ ફૉર્મ તમે ભર્યા કે બાકી છે? જોઈ લો નહીંતર સુવર્ણ તક ગુમાવી બેસશો!!
Government Jobs in Central and State Govt: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે કેટલી સારી તક અમે લઈને આવ્યા છીએ.
ADVERTISEMENT
Government Jobs in Central and State Govt: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે કેટલી સારી તક અમે લઈને આવ્યા છીએ. હાલ ચાલતી સરકારી ભરતીની યાદી અંગે અમે તમને જણાવીશું, જેની અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો જાણીએ, ગુજરાત સહિત કેન્દ્ર સરકારની કેટલીક ભરતી કે જેમાં તમે અરજી કરીને સારો પગાર મેળવી શકો છો.
હાઇકોર્ટમાં બમ્પર ભરતી
ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ક્લાસ-2 અને ક્લાસ-3ની આ ભરતી માટે અરજી કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 મેના રોજ શરૂ થઈ છે અને ઉમેદવારો 26 મે સુધી ફોર્મ ભરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારો https://hc-ojas.gujarat.gov.in/ પર અથવા www.gujarathighcourt.nic.in પર જવાનું રહેશે.
શું છે લાયકાત?
ADVERTISEMENT
હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (ક્લાસ-2) પર ભરતી માટે ઉંમર મર્યાદા 21થી 40 વર્ષની છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં ટાઈપિંગ સ્પીડ 120 વર્ડ પર મિનિટ હોવી જોઈએ. જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3) માટે વયમર્યાદા 21થી 35 વર્ષ સુધીની છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને અંગ્રેજીમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ સાથે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વાંચો સંપૂર્ણ માહિતી:- https://www.gujarattak.in/education/story/gujarat-high-court-job-recruitment-on-class-2-and-3-on-various-posts-1001640-2024-05-08
ADVERTISEMENT
UPSC માં ભરતી
UPSC દ્વારા કૂલ 83 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં માર્કેટિંગ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર, આસિસ્ટન્ટ રિચર્ચ ઓફિસર જેવા પદ માટે ભરતી નીકળી છે. આ પદ માટે અરજી કરવા માટેની યોગ્યતા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
UPSC Jobs: જરુરી શૈક્ષણિક લાયકાત
કૃષિ મંત્રાલયમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કૃષિ/કૃષિ ઈકોનોમિક્સ/ ઈકોનોમિક્સ/ કોર્મસ વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. અરજી કરનાર પાસે 5 વર્ષનો અનુભવ પણ હોવો જરુરી છે. જ્યારે આવેદન કરનારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ટેસ્ટ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર કૃષિ એન્જિનિયરિંગ પાસ હોવો જોઈએ. અરજી કરનાર ઉમેદવાર પાસે 3 વર્ષનો અનુભવ હોવો જરુરી છે. આ સિવાય માર્કેટિંગ ઓફિસર માટે અરજી કરવા માટે ઉમેદવાર કૃષિમાં માસ્ટર હોવો જરૂરી છે.
12 પાસ માટે Indian Air Force માં નોકરી મેળવવાની તક
જો તમે 12 પાસ છો તો ભારતીય વાયુસેનામાં (IAF Airmen Recruitment 2024) નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારા માટે ઉત્તમ તક છે. ભારતીય વાયુસેના (Indian Air Force) એરમેનની પોસ્ટ માટે ભરતી થવાની છે. તમે આ પોસ્ટ માટે 22 મે થી 5 જૂન સુધી અરજી કરી શકો છો. આ ભરતીઓની સંપૂર્ણ વિગતો airmenselection.cdac.in પર જોઈ શકાય છે.
લાયકાત શું છે ?
ભારતીય વાયુસેના એરમેન ગ્રુપ Y મેડિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારે 50 ટકા સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત, તમારે 50 ટકા સાથે બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પણ કર્યો હોવો જોઈએ.
નેવીમાં અગ્નિવીરની થઈ રહી છે ભરતી
ભારતીય નેવી દ્વારા અગ્નિવીરના પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી કરનારા અપરિણીત ઉમેદવારોએ 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. ઉપરાંત, આ પદો માટે ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટ agniveernavy.cdac.in પર જઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે, 2024 નક્કી કરવામાં આવી છે.
કોણ કરી શકે અરજી?
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી મેથ્ય અને ફિઝિક્સ વિષયમાં 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓનું પરિણામ હજુ જાહેર થયું નથી તેઓ પણ આ ભરતી અભિયાન માટે અરજી કરવા પાત્ર છે.
આ સિવાય ગુજરાતમાં રહીને UPSC સિવિલ સેવાની તૈયારી કરનારા ઉમેદવારો માટે પણ એક સુવર્ણ તક છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA ટ્રેનીગ ઇન્સ્ટિટ્યૂટ ચાલવામાં આવે છે જેમાં હાલ એડમિશન માટે અરજી પ્રક્રિયા શરૂ છે.
SPIPA માં એડમિશનની તક
તાજેતરમાં જ UPSCની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પાસ થયેલા ગુજરાતના 25 ઉમેદવારો ગુજરાત સરકારની તાલીમ સંસ્થા સરદાર પટેલ ઈન્સિટટ્યૂટ ઓફ પબ્લિક એડમિન્સ્ટ્રેશન(સ્પીપા)માં તાલિમ લીધી હતી. જેથી હવે ફરીથી વર્ષ 2024-25 માટે સ્પીપામાં એડમિશન લેવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોટાભાગે તાલિમ માટે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર જતાં હોય છે. ગુજરાતમાં જ તાલિમ માટે આ ઉત્તમ સંસ્થા કાર્યરત છે. હવે ફરીથી વર્ષ 2024 -25 માટે સ્પીપામાં એડમિશન અપાઈ રહ્યા છે. આ સંસ્થામાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.
અરજીની છેલ્લી તારીખ શું છે?
સ્પીપામાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 ની તૈયારી પ્રશિક્ષણ વર્ગ 2024 -25 માટેની પ્રવેશ પરિક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. પ્રવેશ પરીક્ષા-૨૦૨4 માં ભાગ લેવા માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી તા.31/05/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ADVERTISEMENT