ગુજરાત હાઈકોર્ટમાં ક્લાસ-2 અને 3ની નીકળી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને વયમર્યાદા
Gujarat High Court Job Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે મોટી તક આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
Gujarat High Court Job Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે મોટી તક આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ક્લાસ-2 અને ક્લાસ-3ની આ ભરતી માટે અરજી કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 મેના રોજ શરૂ થઈ છે અને ઉમેદવારો 26 મે સુધી ફોર્મ ભરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારો https://hc-ojas.gujarat.gov.in/ પર અથવા www.gujarathighcourt.nic.in પર જવાનું રહેશે.
શું છે લાયકાત અને ઉમરની મર્યાદા?
હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (ક્લાસ-2) પર ભરતી માટે ઉંમર મર્યાદા 21થી 40 વર્ષની છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં ટાઈપિંગ સ્પીડ 120 વર્ડ પર મિનિટ હોવી જોઈએ. જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3) માટે વયમર્યાદા 21થી 35 વર્ષ સુધીની છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને અંગ્રેજીમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ સાથે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
ADVERTISEMENT
અરજી કરવા માટે કેટલી ફી?
ટ્રાન્સલેટરની પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારની વય મર્યાદા 18થી 35 વર્ષ સુધી હોવી જોઈએ. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત સરકાર માન્ય કોમ્પ્યુટરના જ્ઞાનનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારે 1500 અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 700 રૂપિયા ફી ભરવાની રહેશે.
ADVERTISEMENT
કેવી રીતે લેવાશે પરીક્ષા?
ગુજરાત હાઈકોર્ટમાં બહાર પડેલી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 100 માર્કસની એલિમિનેશન ટેસ્ટ લેવાશે. આ બાદ 70 માર્કની સ્ટેનોગ્રાફી અથવા સ્કીલ ટેસ્ટ લેવાશે અને 30 માર્ક્સની Viva વોઈસ ટેસ્ટ લેવામાં આવશે. જ્યારે ટ્રાન્સલેટરની પોસ્ટ માટે 100 માર્ક્સની MCQ પરીક્ષા, 100 માર્ક્સની ટ્રાન્સલેશન ટેસ્ટ અને 50 માર્ક્સની વાઈવા-વોઈસ ટેસ્ટ લેવાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT