Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર

ADVERTISEMENT

Bigdecision
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
social share
google news

Gandhinagar News: ગુજરાતની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ગુરુપૂર્ણિમાની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામા આવ્યા છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. 

 

પ્રા.શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર

 

ADVERTISEMENT

છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા શિક્ષકો 

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી HTATના મુખ્ય શિક્ષકો પોતાના પડતર પ્રશ્નનોને લઈ લડત ચલાવી રહ્યા હતા. ચાર દિવસ અગાઉ જ રાજ્યભરમાં HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પોતાની પડતર માગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા અને સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. 

શું હતી શિક્ષકોની માંગ?

આંદોલન કરવા આવેલા એક શિક્ષકે કહ્યું હતું કે, HTAT કેડર અસ્તિવમાં આવી એને12 વર્ષ થઈ ગયાં છે. વારંવારની રજૂઆત કર્યા બાદ પણ HTAT મિત્રોની બદલી માટેના નિયમો બન્યા નથી. શિક્ષકોએ માંગ કરી હતી કે સરકાર જલ્દીથી HTAT શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરે અને બાલવાટિકાથી 8ની શાળામાં 150 વિદ્યાર્થી હોય તો ત્યાં એક HTAT મુખ્ય શિક્ષક આપવામાં આવે. 

ADVERTISEMENT

શિક્ષણ મંત્રીએ કરી હતી અપીલ

ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા બાદ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આંદોલન મોકૂફ રાખવાની અપી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. ટૂંક સમયમાં એ જાહેર કરવામાં આવશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT