Vadodara: છોકરી અન્ય કોમના છોકરા સાથે ફરતી હોય તો માર મારનારાઓ પોલીસના સકંજામાં
Vadodara News: વડોદરામાં સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક નફરત ફેલાવવા બદલ ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી . તેમની પૂછપરછ દરમિયાન, પોલીસે આ કેસમાં સંડોવાયેલા વધુ…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક નફરત ફેલાવવા બદલ ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી . તેમની પૂછપરછ દરમિયાન, પોલીસે આ કેસમાં સંડોવાયેલા વધુ 5 યુવાનોની ધરપકડ કરી છે જ્યારે 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 73 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. અને આ સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે.
આ ગ્રુપે 40થી વધુ યુગલોને બનાવ્યા હતા નિશાન
વડોદરા સાંપ્રદાયિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે. ખાસ કરીને તહેવારો દરમિયાન સાંપ્રદાયિક દ્વેષ ન ફેલાય તે માટે પોલીસે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી હતી. આ સમય દરમિયાન, એક વાયરલ વીડિયો દ્વારા, પોલીસને ખબર પડી કે કેટલાક યુવકો સોશિયલ મીડિયા પર જુદા જુદા નામથી ગ્રુપ ચલાવે છે અને જો લઘુમતી કોમની કોઈ છોકરી અન્ય સમુદાયના છોકરા સાથે મળી આવે, તો તેઓ તેને પકડીને માર મારે છે . તેનો વીડિયો બનાવાતો હતો અને બાદમાં તેને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ દરમિયાન વધુ 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનો માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ આવા ગ્રુપ ચલાવતા હતા. અલગ-અલગ જિલ્લામાંથી કોઈ યુવતી આવે તો તેના પર પણ વોચ રાખવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ છોકરાઓ અમુક ફૂડ સ્ટોલ પર પણ કામ કરતા હતા. આટલું જ નહીં, કેટલાક છોકરાઓ ઓનલાઈન ફૂડ સર્વિસમાં પણ કામ કરતા હતા જે આ ગ્રુપના સભ્ય છે. અને કપલ પર નજર રાખીને તે ગ્રુપમાં વિગતો મુકતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ જૂથે 40થી વધુ યુગલોને નિશાન બનાવ્યા છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમના સમુદાયનો હીરો બનવાનો હતો. અને તેના પાર તેઓ ગર્વ પણ લેતા હતા કે આજે તેણે તેના સમાજની આટલી છોકરીઓને બચાવી છે.
વીંછીયાના મોટા હડમતીયા હનુમાન મંદિરના આગેવાનોએ સાળંગપુર મંદિરના ભીંતચિત્રો દૂર કરવા કલેક્ટરને આપ્યું આવેદન
યુવતીઓના પિતા પાસેથી પણ પડાવ્યા હતા રૂપિયા
ઘણી વખત આ છોકરાઓ વીડિયો બનાવીને બ્લેક મેઈલ કરતા હતા. કેટલાક કિસ્સામાં તો તેઓએ યુવતીના માતા-પિતા પાસેથી પૈસા પણ લીધા છે. કેટલીક યુવતીઓની સગાઈ પણ તૂટી ગઈ છે અને તેમના જ સમાજના એક પરિવારે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ તેમની સામે ફરિયાદ લેવાની દિશામાં કામ કરી રહી છે. આ મામલે હજુ ઘણા ખુલાસા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT