વડોદરામાં CM ના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જ પોલીસે 5થી 7 શખસોની કરી અટકાયત
વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં CMના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થઈ રહ્યા હતા આ દરમિયાન 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો
ADVERTISEMENT
Rupala Controversy: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ક્ષત્રિયોની રૂપાલાની ટિકિટને લઈ માંગ પૂર્ણ ન થતાં રોષ વધી રહ્યો છે. આજે સાબરકાંઠામાં ક્ષત્રિયોએ પુરુસોત્તમ રૂપાલાના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં CMના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થઈ રહ્યા હતા આ દરમિયાન 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ‘રૂપાલા હાય હાય’ના નારા લાગતા જ પોલીસ દ્વારા તરત જ તે લોકોની અટકાયત કરવામાં આવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલની સભા બાદ હોબાળો
ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પાંચથી સાત લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી ચારથી પાંચ લોકો સભાની અંદરથી નીકળ્યા હતા. BJPના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર ઊભા હતા, પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા નહીં. જ્યારે CM સાહેબનો જવા માટે રવાના થઈ રહ્યો હતો ત્યારે તેઓએ ‘જય ભવાની’ના નારા લગાવ્યા હતા. આ લોકો કોણ છે હજુ તેની ઓળખ થઈ નથી. આ લોકોની અટકાયત કરી હાલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ક્ષત્રિય સમાજની મોટી જાહેરાત, હવે રૂપાલા નહીં ‘ઓપરેશન ભાજપ’; અન્ય સમાજના અગ્રણીઓ સાથે મિટિંગ
‘ઓપરેશન ભાજપ’ શરૂ
તો બીજી તરફ ગોતા ખાતે રાજપૂત ભવનમાં મળેલી મિટિંગ બાદ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહએ પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આજે અલગ-અલગ સંસ્થાઓના આગેવાનોની મિટિંગ થઈ હતી. જેમાં આ આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ આપવામાં આવ્યું છે અને આહ્વાન કરવામાં આવ્યું કે આ અસ્મિતાની લડાઈમાં સર્વ સમાજ તેમને ટેકો આપે. ક્ષત્રિય ઠાકોર સમાજ, માલધારી સમાજ, રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કર્યો હતો. આગામી 7 તારીખ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT