Surat News: સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકો એક બાદ એક બેભાન થયા, 1નું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: સુરતમાં પાલ વિસ્તારમાં વહેલી સવારે ગટરમાં ચાર જેટલા શ્રમિકો ઉતરતા બેભાન થઈ ગયા હતા. જેમાંથી 1 શ્રમિકનું મોત થઈ ગયું છે, તો અન્ય ત્રણને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે હાલમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો ઘટનાની જાણ થતા જ શ્રમિકોના પરિજનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

મોટર દ્વારા પાણી ખેંચવા ગટરમાં ઉતર્યા હતા

વિગતો મુજબ, સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર આવેલા ખેતરમાં પાણી માટે ગટરમાં મોટર મૂકીને પાણી ખેંચવામાં આવતું હતું. જોકે પાણી આવતું બંધ થઈ જતા મોટર ચેક કરવા શ્રમિક અંદર ઉતર્યો હતો. આ બાદ મહિલા સહિત 4 લોકો એદબાદ એક અંદર ઉતર્યા હતા. 20 ફૂટથી વધુ ઊંડી ડ્રેનેજમાં ઉતરેલા શ્રમિકોના શ્વાસ ગૂંગળાતા ભાગદોડ મચી ગઈ હતી અને અંદર જ બેભાન થઈ ગયા હતા. માહિતી મળતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરીને બોલાવી હતી, જે બાદ ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી.

સારવાર દરમિયાન શ્રમિકનું મોત

ચારમાંથી ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તાત્કાલિસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ચારમાંથી 1 શ્રમિકનું મોત થઈ ગયું હતું, તો અન્ય ત્રણને સારવાર હેઠળ છે. આ મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT