Surat: પ્રેમી સાથે ભાગેલી માતાએ 3 વર્ષના બાળકની હત્યા કરી, 25 દિવસે પોલીસને લાશ મળી

ADVERTISEMENT

Surat Crime News
Surat Crime News
social share
google news

Surat Crime News: સુરતમાં પ્રેમ સંબંધમાં માતાએ જ પોતાના માસુમ બાળકની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. પરિણીત મહિલા પતિને છોડીને 3 વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી.  જે બાદ પતિએ પત્ની અને તેના પ્રેમી સામે રાજસ્થાનમાં પુત્રના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાદ મહિલા અને પ્રેમીની ધરપકડ કરીને બાળક વિશે પૂછપરછ કરતા તેની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી 25 દિવસ બાદ પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કરુણાંતિકાઃ ઘરમાં આગ લાગતા આખો પરિવાર ભડથું, 2 બાળકો સહિત 7ના મોત

પરિણીત મહિલાને સાથે કામ કરતા યુવક સાથે આંખ મળી હતી 

વિગતો મુજબ, મૂળ રાજસ્થાનનું દંપતી સુરતના સરથાણામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતું હતું. દંપતીને 3 વર્ષનો બાળક પણ હતો. આ દરમિયાન મહિલાને સાઈટ પર રાજસ્થાનના અજય નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. એવામાં મહિલા અને તેનો પ્રેમી પતિને જાણ ન થાય તે રીતે 3 વર્ષના બાળકને લઈને રાજસ્થાન બાસવાડા ફરાર થઈ ગયા હતા. જેને લઈને પતિએ પોલીસમાં પત્ની અને તેના પ્રેમી સામે પુત્રના અપહરણની બાસવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ બંનેને શોધી રહી હતી. આખરે 25 દિવસ બાદ મહિલા અને તેનો પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી.

ભાગતા પહેલા 3 વર્ષના બાળકની હત્યા કરી

રાજસ્થાન પોલીસે પ્રેમી-પ્રેમિકાને 3 વર્ષના બાળક વિશે પૂછતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે, રાજસ્થાન ભાગતા પહેલા તેમણે 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી અને જે કન્સ્ટ્રક્શન સાઈટ પર તેઓ કામ કરતા હતા તેની બાજુમાં પાણીનો ખાડો હતો જેમાં બાળકની લાશને નાખી દીધી હતી. 

ADVERTISEMENT

આ પણ વાંચો: ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે

25 દિવસ બાદ ખાડામાંથી લાશ મળી

આ બાદ રાજસ્થાન પોલીસે સુરતની સરથાણા પોલીસની મદદ લીધી હતી અને આરોપી પ્રેમી તથા પ્રેમિકાએ બતાવેલી જગ્યાએ સરથાણા પોલીસને સાથે રાખીને તપાસ કરતા 3 વર્ષના બાળકની લાશ પાણીના ખાડામાંથી 25 દિવસ બાદ મળી હતી. રાજસ્થાન પોલીસે બાળકનો મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને લાશને કબજો લીધો હતો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT