મહારાષ્ટ્રમાં કરુણાંતિકાઃ ઘરમાં આગ લાગતા આખો પરિવાર ભડથું, 2 બાળકો સહિત 7ના મોત

ADVERTISEMENT

આગમાં 7 માનવજિંદગી હોમાઈ
Tragedy in Maharashtra
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

છત્રપતિ સંભાજીનગરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

point

એક જ પરિવારના 7 લોકોના મોત

point

મૃતદેહોને લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં

Tragedy in Maharashtra: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સ્થળ પર ભારે ભીડ જોવા મળી રહી છે.

પોલીસ કમિશનરનું નિવેદન આવ્યું સામે

કહેવામાં આવી રહ્યું છે કે જે બિલ્ડિંગમા આગ લાગી હતી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રુંધાવાથી મૃત્યુ થયું. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી, તે સમયે પરિવાર ભરઊંઘમાં હતો. આ જાણકારી છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ આપી છે.

નવી મુંબઈમાં પણ લાગી હતી આગ

અત્રે ઉલ્લેખનીય છે તાજેતરમાં નવી મુંબઈ ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેનો ધુમાડો દૂર-દૂર સુધી દેખાતો હતો. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના એમઆઈડીસી વિસ્તારમાં આવેલી છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, કોઈના મૃત્યુના સમાચાર નથી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT