Surat: સંબંધીની દીકરીના પ્રેમમાં પડેલા પરિણીત પ્રેમી-પ્રેમિકાનો આપઘાત, 1 મહિના પહેલા ઘરેથી ભાગ્યા હતા

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ એકસાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

point

પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા બંને રાજસ્થાનના હતા.

point

હુકમસિંહના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને બે સંતાનો હતા.

Surat News: સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ એકસાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા બંને રાજસ્થાનના હતા અને એક મહિના પહેલા જ ઘરેથી ભાગીને સુરત આવ્યા હતા. જોકે રવિવારે રાત્રે બંનેએ કોઈ કારણથી એક જ હુકમાં દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો. ઘટના સામે આવતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આપઘાતનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. તો બંને પ્રેમી-પ્રેમિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો: RTE માં મફત એડમિશન માટે કોણ અરજી કરી શકે? ફૉર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ હાથવગા કરી લો

રાજસ્થાનથી ભાગીને આવ્યા હતા બંને

વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના હુકમસિંહ ચુંડાવત સુરતના પુણા વિસ્તારમાં આવેલા બીવી પાર્કમાં સોસાયટીમાં રહેતો હતો. હુકમસિંહના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને બે સંતાનો હતા. જોકે અઢી વર્ષ પહેલા તે સંબંધીની દીકરી અનમોલના પ્રેમમાં પડ્યો અને બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. બંને 1 મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવી ગયા હતા. ઘરેથી બંને ભાગી જતા પરિજનોએ તેમની સાથે સંપર્ક કાપી નાખ્યો હતો. 

આ પણ વાંચો: રાજકોટ આવાસ યોજનામાં મહાકૌભાંડ, પતિના 'પાપ'ની સજા ભાજપના મહિલા કોર્પોરેટરોને મળી

પરિવાર રાજસ્થાનમાં, સુરતમાં જીવન ટૂંકાવ્યું

જોકે રવિવારે રાત્રે હુકમસિંહ અને અનમોલે કોઈ કારણે એક જ હુક પર દોરી બાંધીને સાથે ફાંસો ખાઈ લીધો હતો. ફાંસો ખાધા પહેલા હુકમસિંહે હૂકમાં દોરી સાથેનો એક ફોટો ક્લિક કરીને બહેનને મોકલ્યો હતો અને બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આથી બહેને સુરતમાં રહેતી અન્ય બહેન અને બનેવીનો સંપર્ક કરીને તેમને જાણ કરી હતી. જેમણે ઘરે જઈને તપાસ કરતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. આથી પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા હુકમસિંહ અને અનમોલ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 

ADVERTISEMENT

પોલીસે હાલમાં બંનેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સાથે જ હુકમસિંહના પરિજનોના પણ નિવેદન નોંધ્યા છે અને આપઘાતનું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT